IPL 2019: સનરાઈઝર્સ હૈદરાબાદનો સાથ છોડી શકે છે શિખર ધવન, મુંબઈ ઈન્ડિયન્સમાં થઈ શકે છે વાપસી
સનરાઇઝર્સ હૈદરાબાદના એક અધિકારીએ કહ્યું હતું કે જો અમને કેટલાક સારા ખેલાડી મળશે તો અમે તેને લેવા તૈયાર છીએ. ફ્રેન્ચાઇઝની કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સ સાથે પણ વાત ચાલી રહી છે. આઈપીએલ ટ્રેડિંગ વિન્ડો હજુ એક સપ્તાહ સુધી ખુલ્લી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધવનને હૈદાબાદની ટીમે RTM પ્રમાણે 5.2 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. તે હૈદરાબાદ તરફથી ખરીદાયેલો સૌથી મોંઘો ખેલાડી ન હતો. ડેવિડ વોર્નરને હૈદરાબાદે 12 કરોડ અને ભુવનેશ્વરને 8.5 કરોડ રુપિયામાં રિટેન કર્યા હતા.
નવી દિલ્હીઃ ભારતીય ટીમનો ઓપનર શિખર ધવન પોતાની આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદથી ખુશ નથી. તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલમાં રમી શકતો જોવા મળી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે ધવન પોતાની ઓછી ફી થી ખુશ નથી. જેથી સનરાઇઝ્સ મુંબઈ ઇન્ડિયન્સ સાથે તેના ટ્રાન્સફર વિશે વાતચીત કરી રહી છે. જો બધુ યોગ્ય રહ્યું તો ધવન જલ્દી જ રોહિત શર્મા સાથે આઈપીએલમાં રમતો જોવા મળશે. આ પહેલા ધવન 2009,2010માં મુંબઈ તરફથી રમી ચૂક્યો છે.
મુંબઈ મિરરના રિપોર્ટ્સ પ્રમાણે ધવન પોતાની વર્તમાન ટીમ સાથે ખુશ નથી. તેણે ટીમ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જોકે તેનો ફ્રેન્ચાઇઝી સાથે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ છે પણ મિડ ટ્રાન્સફર વિન્ડો પ્રમાણે ધવન બીજી ટીમનો હાથ પકડી શકે છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ધવનની હૈદરાબાદના કોચ ટોમ મુડી સાથે રકઝક થઈ હતી. તેણે કહ્યું હતું કે તેને ટીમમાં નંબર-1 કે નંબર-2 ખેલાડી તરીકે રિટેન કરવામાં આવે, કારણ કે તે ટીમ ઇન્ડિયાના ટોપ-4 ખેલાડીઓમાંથી એક છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -