ટીમ ઈન્ડિયાનો આ ફાસ્ટ બોલર બન્યો પિતા, પુત્રીની તસવીર શેર કરીને આપી ખુશખબર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Jan 2021 05:33 PM (IST)
BCCIએ શુભેચ્છા પાઠવતી ટ્વીટ કરીને લખ્યું કે, ઉમેશ યાદવને પુત્રીના જન્મ પર શુભકામનાઓ.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર ઉમેશ યાદવ પિતા બની ગયો છે. ઉમેશ યાદવની પત્ની તાન્યાએ પુત્રીને જન્મ આપ્યો છે. એવામાં ઉમેશ યાદવ અને તેમની પત્ની તાન્યા માટે આ વર્ષ 2021 ખૂબજ ખાસ બની ગયું છે. પિતા બન્યાની જાણકારી ઉમેશ યાદવે ઈન્સ્ટાગ્રામ પર આપી હતી. ઉમેશ યાદવે તસવીર શેર કરતા ફેન્સ અને તેમના સાથી પ્લેયર્સ શુભેચ્છા પાઠવી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ ટ્વિટર દ્વારા ઉમેશ યાદવને પુત્રીના જન્મ પર શુભકામનાઓ પાઠવી છે. BCCIએ ટ્વીટ કરીને લખ્યું કે, ઉમેશ યાદવને પુત્રીના જન્મ પર શુભકામનાઓ. સાથે તેમના જલ્દી જ સ્વસ્થ થવાની કામના કરીએ છે અને આશા કરીએ છે કે તે જલ્દીજ મેદાન પર પર ફરે. ઉલ્લેખનીય છે કે, ઉમેશ યાદવ ઈજાના કારણે ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાએ અંતિમ બે ટેસ્ટ માટે મોટા ફેરફાર કર્યા છે. ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીની જગ્યાએ ટી નટરાજન અને શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કર્યા છે, જ્યારે રોહિત શર્માને ટીમનો ઉપકેપ્ટન બનાવ્યો છે. ટેસ્ટ સીરિઝની ત્રીજી ટેસ્ટ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં 7 જાન્યુઆરી 2021થી રમાશે. જ્યારે ચોથી મેચ 15 જાન્યુઆરીથી ગાબા, બ્રિસ્બેનમાં રમાશે.