ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરતા શ્રમજીવીના પુત્ર કુલદીપે ઓસ્ટ્રેલિયાને કર્યું ધરાશાયી, જાણો પરિવારના સંઘર્ષની વાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Mar 2017 12:11 PM (IST)
ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરતા શ્રમજીવીના પુત્ર કુલદીપે ઓસ્ટ્રેલિયાને કર્યું ધરાશાયી, જાણો પરિવારના સંઘર્ષની વાત
1

કુલદીપના પિતાએ જણાવ્યું કે કુલદીપે જ્યારે અમને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચમાં રમવા વિશે જણાવ્યુ તો આ સાંભળી તે ઘણા ખુશ થયા હતા. તેના પિતાએ વધુમાં કહ્યું કે 'સૌથી વધુ ખુશી ત્યારે થઇ જ્યારે કુલદીપે બોલિંગ શરૂ કરી હતી. અમે બસ એટલી જ પ્રાર્થના કરતા હતા કે દીકરાને સફળતા મળે

2

ધરમશાળા: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતને એક નવો મેજિક બોલર મળી ગયો છે. આ મેચમાં તેને ઑસ્ટ્રેલિયાના 4 ખેલાડીઓને આઉટ કર્યા હતા. એક તરફ કુલદીપ વિકેટ લઇ રહ્યો હતો તો બીજી તરફ તેનો પરિવાર ઘરમાં ખુશી મનાવી રહ્યાં હતા.

3

કુલદીપની બહેન મધુએ પણ પોતાના ભાઈની વાત કરી હતી. તેમને કહ્યું કે, કુલદીપ દરેક કામને ઘણો સીરિયસલી લે છે. રમત સમયે તેનો બધો ફોકસ તેની પર જ હોય છે અને પછી તે કોઇ બીજી વસ્તુ પર ધ્યાન નથી આપતો.કુલદીપને મેદાન પર મેચ રમતો જોઇ મધુને પોતાની સગાઇ યાદ આવી ગઇ હતી, જ્યારે તેની પસંદગી વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં થઇ હતી અને તે દિવસે જ તેની સગાઇ પણ થઇ હતી

4

ભારતને મળેલો ચાઈનામેન ખેલાડી એક સામાન્ય મિડલ ઘરમાંથી આવે છે. અને તેનો પરિવાર કાનપુરમાં રહે છે. અને તેના પિતા ઈંટની ભઠ્ઠીમાં કામ કરતા હતા. કુલદીપની ચાર વિકેટ લેવાની ખુશી વ્યક્ત કરતા તેના પિતા રામ સિંહ યાદવે કહ્યું કે લાંબો સમય રાહ જોયા બાદ આ ખુશી મળી છે.

5

ઘરના લોકો મેચ જોવામાં એટલા વ્યસ્ત હતા કે તેમને ઘરમાં કોઈએ ભોજન લીધું નહોતું. દીકરાને રમવાની ખુશી એટલી હતી કે આખો પરિવાર ટીવી સામેથી એક મિનિટ પણ ખસ્યો નહતો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરતા શ્રમજીવીના પુત્ર કુલદીપે ઓસ્ટ્રેલિયાને કર્યું ધરાશાયી, જાણો પરિવારના સંઘર્ષની વાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો