India Gold Medal Asian Games 2023: એશિયન ગેમ્સ 2023નું આયોજન ચીનના હાંગઝોઉમાં થઈ રહ્યું છે. સોમવારે તેના બીજા દિવસે ભારતની શરૂઆત સારી રહી હતી. શૂટર્સે આ વખતે ટીમ ઈન્ડિયાને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો. ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રંકેશ પાટીલ અને દિવ્યાંશ સિંહની જોડીએ દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારત માટે મેન્સ 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ત્રણ શૂટરોએ ભાગ લીધો હતો. જેમાં દિવ્યાંશ, ઐશ્વર્ય પ્રતાપ અને રૂદ્રંકેશે શરૂઆતથી જ સારું પ્રદર્શન કર્યું હતું. આ ત્રણેયે ત્રીજી અને ચોથી સીરિઝમાં લીડ જાળવી રાખી હતી. ચોથી સીરિઝમાં દિવ્યાંશ 104.7, રુદ્રંકેશ 105.5 અને તોમર 105.7ની લીડ સાથે આગળ હતા. તેમણે પાંચમી અને છઠ્ઠી સીરિઝમાં પણ આ લીડ જાળવી રાખી હતી. મહત્વની વાત એ હતી કે ભારતીય શૂટરોએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.
શૂટિંગ ટીમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ભારતે એશિયન ગેમ્સમાં વર્લ્ડ રેકોર્ડ સાથે આ પહેલો ગોલ્ડ મેળવ્યો છે. દિવ્યાંશ સિંહ પંવાર, ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર અને રૂદ્રંકેશ પાટીલે 1893.7 પોઈન્ટ મેળવ્યા હતા. ભારતીય ખેલાડીઓએ ચીનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. ગયા મહિને જ ચીને બાકુમાં 1893.3 પોઈન્ટ મેળવ્યા હતા. હવે વર્લ્ડ રેકોર્ડ ભારતીય શૂટરોના નામે છે. આ ઈવેન્ટમાં દક્ષિણ કોરિયાએ સિલ્વર મેડલ અને ચીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતે મેન્સ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. ભારતે 1893.7 પોઈન્ટ સાથે ચીનને પાછળ છોડી દીધું છે. ચીનના 1893.3 પોઈન્ટ હતા. જો આપણે વર્તમાન સ્ટેન્ડિંગ પર નજર કરીએ તો ભારત 1893.7 પોઈન્ટ સાથે ટોચ પર છે. કોરિયા બીજા નંબર પર છે. તેના 1890.1 પોઈન્ટ છે. ચીન ત્રીજા નંબર પર છે. તેના 1888.2 પોઈન્ટ છે.
એશિયન ગેમ્સમાં બીજા દિવસે રોઇંગ ટીમે ભારતને સાતમો મેડલ અપાવ્યો હતો. પુરુષોની ટીમ ઈવેન્ટમાં (ચાર ખેલાડીઓ), જસવિન્દર, ભીમ, પુનિત અને આશિષે 6:10.81ના સમય સાથે મેડલ જીત્યો હતો. ભારતીય ટીમે ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો.