ટેસ્ટ રેન્કિંગમાં કઈ ટીમ પહેલાં નંબરે છે? ટીમ ઈન્ડિયાના કેટલા પોઈન્ટ છે? જાણો વિગત
જો ન્યૂઝીલેન્ડ બન્ને ટેસ્ટ જીતી ગયું હોત તો તેના 109 અંક થયા હોત અને તે બીજા સ્થાન પર આવ્યું હોત. સાઉથ આફ્રિકા પાસે હજુ પણ બીજા સ્થાન પર પહોંચવાની તક છે પણ તેને પાકિસ્તાનને 3-0થી હરાવવું પડશે. જેથી તેના 110 અંક થઈ જશે. સાઉથ આફ્રિકા પહેલી ટેસ્ટ જીતીને 1-0થી આગળ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર મેચની સીરિઝમાં 2-1થી લીડ મેળવી છે. હવે તેના અંક 116 થયાં છે જ્યારે 108 અંક સાથે ઈંગ્લેન્ડ બીજા સ્થાન પર છે. ન્યૂઝીલેન્ડે ક્રાઈસ્ટચર્ચમાં શ્રીલંકાને બીજી ટેસ્ટ મેચમાં 423 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. જેથી તેના અંક 107 થયાં છે. જ્યારે સાઉથ આફ્રિકા 106 અંક સાથે ચોથા સ્થાન પર છે.
દુબઈ: ભારતે ઓસ્ટ્રેલિયાને મેલબોર્નમાં 3જી ટેસ્ટ ક્રિકેટ મેચમાં 137 રનથી હરાવ્યું હતું. આ કારણે આઈસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગમાં પોતાના ટોપના સ્થાનને વધુ મજબૂત બનાવ્યું છે. જ્યારે ન્યૂઝીલેન્ડ ચોથી સીરિઝ જીતવા પર સાઉથ આફ્રિકાને પાછળ રાખી ત્રીજા સ્થાન પર પહોંચ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -