ચેતેશ્વર પૂજારાના નામે નોંધાયો ક્યો શરમજનક રેકોર્ડ ? બન્યો આ રેકોર્ડ નોંધાવનારો પહેલો ભારતીય
પૂજારાએ ડાઇવ મારી પોતાને બચાવવાની કોશિશ કરી પણ ત્યા સુધી ડી કોકએ સ્ટમ્સ ઉડાવી દીધું હતું. પહેલી ઇનિંગમાં પણ પૂજારા રન આઉટ થયો હતો. પહેલી ઇનિંગની 10મી ઓવરમાં ચોથા બૉલ પર પૂજારાએ પોતાનો પહેલો બૉલ રમ્યો હતો. તેને લુંગી નાગિદીના બૉલ પર મિડઓનની સામે રમ્યો હતો અને રન લેવાની કોશિશ કરી હતી. નાગિદીનો સીધો થ્રૉ સ્ટ્રાઇક પર મારીને પૂજારાને પેવેલિયન મોકલ્યો હતો.
પાર્થિવ પટેલે વર્નૉન ફિલાન્ડરના એક બૉલને ગલીની દિશામાં રમ્યો જેના પર પૂજારા અને પાર્થિવે આસાનીથી બે રન લઇ લીધા હતા, ત્યારે પૂજારાએ ત્રીજા રન માટે કોશિશ કરી અને ડિવિલિયર્સે થ્રૉ સીધો વિકેટકીપર ક્વિન્ટન ડી કોકના હાથમાં આપ્યો.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં એક એવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે જેનાથી કોઇપણ ખેલાડી દુર ભાગવા ઇચ્છશે. પૂજારા મેચના છેલ્લા અને પાંચમા દિવસે ભારત તરફથી બીજી ઇનિંગમાં રન આઉટ થયો, આ સાથે જ તે ટેસ્ટ મેચની બન્ને ઇનિંગમાં રન આઉટ થવાવાળો ભારતનો પહેલો અને દુનિયાનો 23મો બેટ્સમેન બની ગયો છે, જ્યારે ભારતનો પહેલો ખેલાડી બન્યો છે.