બજેટ પહેલા આજે GST કાઉન્સિલની મીટિંગ, 70થી વધુ ચીજવસ્તુના ટેક્સ દરમાં થઈ શકે છે ઘટાડો
જીએસટી કાઉન્સિલની મીટિંગમાં રિયલ એસ્ટેટને જીએસટીમાં સામેલ કરવા પર ફેંસલો થઈ શકે છે. કાઉન્સિલ રિયલ એસ્ટેટને 12 ટકા ટેક્સ કેટેગરીમાં રાખી શકે છે. સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ચાર્જનો એકમાં જ સમાવેશ થઈ શકે છે. 1 એપ્રિલથી તેને લાગુ કરવામાં આવે તેવી પણ જાહેરાત થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દેશમાં સામાન્ય બજેટ રજૂ થવાના 2 સપ્તાહ પહેલા નાણામંત્રી અરૂણ જેટલી લોકોને સારા સમાચાર આપી શકે છે. આજે દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની 25મી બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં 70થી વધારે ચીજો પર જીએસટીના રેટ ઘટી શકે છે.
જીએસટી અંગે વેપારીઓ અને દુકાનદારોમાં શરૂઆતથી જ ફરિયાદ રહી છે કે તેમણે જીએસટી માટે અનેક ફોર્મ ભરવા પડે છ. જીએસટી ફાઇલ કરવાની પ્રક્રિયા સરળ બને તે માટે કાઉન્સિલ 3 ફોર્મને એકમાં જ સામેલ કરે તેવી શક્યતા છે. ફોર્મ ભરવામાં પડતી મુશ્કેલીને લઈ સરકારે રિટર્ન ફાઇલ કરવાની તારીખ વારંવાર લંબાવવી પડી હતી.
ઘરેલુ ચીજો, ખેતી કામમાં ઉપયોગમાં લેવાતો સામાન, સિંચાઈ સાથે સંકળાયેલો સામાન અને મશીન, સીમેન્ટ અને સ્ટિલ જેવી ચીજો પર ટેક્સનો દર ઘટડવામાં આવી શકે છે. આ પહેલા સરકારે નવેમ્બરમાં પણ ઘણી વસ્તુઓ પર ટેક્સ દર ઘટાડ્યો હતો.
2019ની લોકસભા ચૂંટણી પહેલા નાણામંત્રી અરૂણ જેટલીનું આખરી બજેટ હશે. તેથી માનવામાં આવી રહ્યું છે કે બજેટ પહેલા થનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાણામંત્રી આમ આદમીને રાહત આપનારા અનેક ફેંસલા લઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -