નવી દિલ્હીઃબીસીસીઆઇએ બાંગ્લાદેશ સામેની ટી-20 અને ટેસ્ટ સીરિઝ માટેની ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. બાંગ્લાદેશનો ભારત પ્રવાસ 3 નવેમ્બરના રોજ શરૂ થશે. મુંબઇમાં પસંદગી સમિતિએ ત્રણ ટી-20 મેચની સીરિઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. બીજી તરફ બે ટેસ્ટ મેચોની સીરિઝ માટેની ટીમ ઇન્ડિયાની પણ જાહેરાત કરાઇ હતી. ટી-20 સીરિઝ બાદ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ સીરિઝ હેઠળ બે ટેસ્ટ મેચોની સીરિઝ 14 નવેમ્બરના રોજ રમાશે.


બાંગ્લાદેશ સામેની ટેસ્ટ ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. બાંગ્લાદેશ સીરિઝ માટે સાઉથ આફ્રિકા સામે રમનાર ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ત્રણ નવેમ્બરથી શરૂ થનારી ટી-20 સીરિઝ માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેમના સ્થાન પર રોહિત શર્મા કેપ્ટનશીપ સંભાળશે.


ટી-20 સીરિઝ માટેની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન) શિખર ધવન, લોકેશ રાહુલ, સંજૂ સેમસન, શ્રેયસ  ઐય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, કૃણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દીપક ચહર, ખલીલ અહેમદ, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર

ટેસ્ટ ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન) રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અંજિક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સહા, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા, શુભમન ગિલ અને ઋષભ પંત