પાકિસ્તાન સામેના મહામુકાબલામાં કપાઇ શકે છે 3 ખેલાડીઓનું પત્તુ, જાણો કોન હશે આ ત્રણ
જો આમ બને તો હાર્દિક, જસપ્રીત અને ખલીલની સાથે ત્રીજા ફાસ્ટ બૉલરની ભુમિકામાં દેખી શકાશે.
જો બન્ને ટીમમાં સામેલ થાય તો ભુવનેશ્વર કે ખલીલ બેમાથી એકને બહાર બેસવુ પડી શકે છે. ખલીલના ગઇ મેચના ફોર્મને જોતા આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા ભુવનેશ્વરને બહાર બેસવુ પડી શકે છે.
આવામાં હાર્દિક અને કેદાર બન્નેમાંથી એકને સિલેક્ટ કરવો રોહિત માટે પરેશાની છે.
વળી, ઓલરાઉન્ડર તરીકે કેદાર જાદવે બેટિંગમાં એવરેજ પરફોર્મન્સ કર્યુ, પણ બૉલિંગમાં રન રોકીને ભારત માટે એક્સ્ટ્રા સ્પિનરની ભૂમિકા નિભાવી હતી.
આવામાં દિનેશ કાર્તિકની જગ્યાએ કેએલ રાહુલનું આવવું લગભગ નક્કી છે. હવે મનિષ પાંડે અને રાયડુમાંથી ગઇ મેચને જોતા રોહિત શર્મા અંબાતી રાયુડુ પર વિશ્વાસ રાખી શકે છે.
આવામાં અંબાતી રાયુડુએ પોતાના પ્રદર્શનથી દિનેશ કાર્તિક માટે મુશ્કેલીઓ ઉભી કરી દીધી છે. સાથે આ કારણથી જ મનિષ પાંડેની પણ ટીમમાં એન્ટ્રી લગભગ નહીં થાય. અંબાતી રાયુડુએ હોંગકોંગ સામે સારી બેટિંગ કરી તો કાર્તિંકની એવરેજ બેટિંગ રહી.
ટીમે હોંગકોંગ સામે દિનેશ કાર્તિક અને અંબાતી રાયુડુને બેટ્સમેન અને કેદાર જાદવને ઓલરાઉન્ડર તરીકે અજમાવ્યા હતા.
જો આ ત્રણ ખેલાડીઓની વાપસી થશે તો સૌથી પહેલો સવાલ એ થશે કે ટીમ ઇન્ડિયામાં કયા ત્રણ ખેલાડીઓનું પત્તુ કપાશે.
નવી દિલ્હીઃ આજે બે ચીર પ્રતિદ્વંદ્વી ટીમે આમને સામને ટકરાવવાની છે. ભારત-પાકિસ્તાનના આ મહામુકાબલા પહેલા ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફાર થઇ શકે છે. આજની મેચમાં હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ અને બુમરાહની વાપસી નક્કી જણાઇ રહી છે. આવામાં કેપ્ટન રોહિત શર્મા પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવા જરૂર ઇચ્છશે. હોંગકોંગ સામે તો જીત્યા પણ આજની મેચ બન્ને દેશો માટે ખાસ છે.