ફ્લોરિડાઃ વર્લ્ડકપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા પછી વિરાટ સેના પહેલી વાર આજે મેદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયાનો આગામી લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયામાં રમનાર 2020નો ટી-20 વર્લ્ડકપ છે. ટી-20 એવો ફોર્મેટ છે જેમાં આજે ભારતની વિરુદ્ધ રમનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમ મહારત ધરાવે છે. વિન્ડીઝ માટે વર્લ્ડકપ 2019 નિરાશાજનક રહ્યો હતો. પોઈન્ટ્સ ટેબલમાં તેઓ માત્ર અફઘાનિસ્તાન કરતા આગળ હતા.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટી 20 અમેરિકાના ફ્લોરિડા ખાતે રમાશે. જેની શરૂઆત ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે થશે.

મેચનું લાઇવ પ્રસારણ સોની નેટવર્ક્સની ચેનલ પરથી જોઈ શકાશે. સોની ટેન 1, સોની ટેન 1 એચડી પરથી ઈંગ્લિશ કોમેન્ટ્રી અને સોની ટેન 3 તથા સોની ટેન 3 એચડી પરથી હિન્દી કોમેન્ટ્રી પ્રસારિત થશે.  મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ પરથી જોઈ શકાશે.

ઓલપાડ બાદ ખંભાતમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો