વન ડેમાં કોઈ પણ ટીમે નંબર 4 પર આટલા બેટ્સમેનો ઉતાર્યા નથી. વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડે 2015ના વર્લ્ડકપ બાદ 4 નંબર પર માત્ર ચાર બેટ્સમેનો જ અજમાવ્યા છે. ભારતીય વન ડે ટીમમાં લાંબા સમયથી ચાર નંબરનો બેટિંગ ક્રમ માથાનો દુઃખાવો સાબિત થયો છે. જેના કારણે 2019ના વર્લ્ડકપમાં જ ટીમ ઈન્ડિયાના અભિયાનનો સેમિ ફાઈનલમાં જ અંત આવ્યો હતો.
2019ના વર્લ્ડકપમાં ભારતે કેએલ રાહુલ, વિજય શંકર, રિષભ પંતને નંબર 4 પર વધારે મોકા આપ્યા પરંતુ એક પણ બેટ્સમેન તેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. ધવન બીજી જ મેચમાં ઘાયલ થતાં રાહુલને નંબર 4 પરથી ઓપનિંગમાં શિફ્ટ કરવામાં આવ્યો. વન ડેમાં આ બેટિંગ ક્રમ પર ભારતીય ટીમ સતત પ્રયોગો કરી રહ્યું છે અને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા તેને ચાલુ રાખી શકે છે. વિન્ડિઝ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા લોકેશ રાહુલ, મનીષ પાંડે, શ્રેયસ અય્યરને અજમાવી શકે છે.
ભારતીય ટીમમાં યુવરાજ સિંહ બાદ નંબર 4 પર કોઈ બેટ્સમેન આજદિન સુધી કોઈ સ્થાન નિશ્ચિત કરી શક્યું નથી. ખુદ કેપ્ટન કોહલી પણ નંબર 4 પર સારું પ્રદર્શન કરી શક્યો નથી. નંબર 4ના બેટ્સમેન પાસેથી 80-90ના સ્ટ્રાઇક રેટથી રન બનાવે અને સ્પિનરો તથા ફાસ્ટ બોલરોનો શાનદાર રીતે સામનો કરે તેવી અપેક્ષા રાખવામાં આવતી હોય છે. ઉપરાંત સ્ટ્રાઇક રોટેટ કરતો રહે અને જરૂર પડે ત્યારે ચોગ્ગા-છગ્ગા ફટકારે તેવો બેટ્સમેન શ્રેષ્ઠ ગણાય છે.
સૌરાષ્ટ્રમાં કઈ કઈ જગ્યાએ પડ્યો વરસાદ, જાણો વિગત
જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની સતત બીજીવાર જીતને લઈ PM મોદીએ ગુજરાતીમાં શું ટ્વિટ કર્યું, જાણો વિગત
કૃણાલ પંડ્યા ટીમ ઈન્ડિયાના આ બે દિગ્ગજો પાસેથી શું શીખવા માગે છે ? જાણો વિગતે