ફ્લોરિડાઃ વર્લ્ડકપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા પછી વિરાટ સેના પહેલી વાર આજે મેદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયાનો આગામી લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયામાં રમનાર 2020નો ટી-20 વર્લ્ડકપ છે. ટી-20 એવો ફોર્મેટ છે જેમાં આજે ભારતની વિરુદ્ધ રમનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમ મહારત ધરાવે છે. વિન્ડીઝ માટે વર્લ્ડકપ 2019 નિરાશાજનક રહ્યો હતો. પોઈન્ટ્સ ટેબલમાં તેઓ માત્ર અફઘાનિસ્તાન કરતા આગળ હતા.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટી 20 અમેરિકાના ફ્લોરિડા ખાતે રમાશે. જેની શરૂઆત ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે થશે. મેચનું લાઇવ પ્રસારણ સોની નેટવર્ક્સની ચેનલ પરથી જોઈ શકાશે. સોની ટેન 1, સોની ટેન 1 એચડી પરથી ઈંગ્લિશ કોમેન્ટ્રી અને સોની ટેન 3 તથા સોની ટેન 3 એચડી પરથી હિન્દી કોમેન્ટ્રી પ્રસારિત થશે.  મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ પરથી જોઈ શકાશે.

આ મેચ માટે વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટ માટે પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરવી ખુબ મુશ્કેલ છે. ભારતીય ટીમમાં નંબર 4 માટે એક નહીં ચાર ચાર દાવેદાર છે. તમામ ખેલાડી એકબીજાથી ચઢિયાતા છે. નંબર ચાર પર બેટિંગ માટે ભારતીય ટીમમાં કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે અને રિષભ પંત પ્રબળ દાવેદાર છે. આમાંથી કોને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવું તે ટીમ મેનેજમેન્ટ માટે મુશ્કેલ ભર્યું છે.

જો કેએલ રાહુલ નંબર 4 પર બેટિંગ કરશે તો મનીષ પાંડે અએને શ્રેયસ અય્યર બેમાંથી એકનું પત્તુ કપાઇ શકે છે. કારણકે પંતનું ટીમમાં સામેલ થવું નિશ્ચિત છે. તે પાંચમાં કે છઠ્ઠા નંબર પર બેટિંગ કરી શકે છે.

આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ T20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ

ઓલપાડ બાદ ખંભાતમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો