નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પાસે ટી20 ઇન્ટરનેશનલ મેચમાં રેકોર્ડ બનાવવાની નજીક છે. આજે વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ 10 રન બનાવતા જ કેપ્ટ કોહલી ટી20માં સૌથી વધારે રન બનાવનારો બીજો ખેલાડી બની જશે. આ યાદીમાં વિરાટથી આગળ ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ અને રોહિત શર્મા છે.  9 રન બનાવતા જ વિરાટ ગપ્ટિલની બરાબરી કરી લેશે અને 10 રન બનાવતા જ તેને પાછળ છોડી દેશે.



વિરાટ કોહલીએ ટી20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં 67 મેચમાં 2263 રન બનાવ્યા છે. હાલનાં ફોર્મને જોતા વિરાટ કોહલી માટે આ આંકડો પાર કરવો કોઇ મુશ્કેલ કામ નથી. માર્ટિન ગપ્ટિલે 76 મેચોમાં 33.91ની સરેરાશથી 2272 રન બનાવ્યા છે. તે સૌથી વધુ ટી-20 ઇન્ટરનેશનલ રન બનાવવાની લિસ્ટમાં બીજા ક્રમાંકે છે. આ લિસ્ટમાં ટોપ ક્રિકેટરની વાત કરીએ તો ભારતીય ઓપનર રોહિત શર્મા 2331 રન સાથે પ્રથમ ક્રમાંક પર છે. તમને જણાવી દઇએ કે, ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટી-20 મેચ સેન્ટ્રલ બ્રોવર્ડ રીઝનલ પાર્ક સ્ટેડિયમ ટર્મ ગ્રાઉન્ડ (લોડરહિલ) પર રમાશે.

ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઃ રોહિત શર્મા (ભારત): 2331 રન, માર્ટિન ગાપ્ટિલ (ન્યૂઝીલેન્ડ): 2272 રન, વિરાટ કોહલી (ભારત): 2263 રન, શોએબ મલિક (પાકિસ્તાન): 2263 રન, બૈંડન મૈકલમ (ન્યૂઝીલેન્ડ): 2140 રન