INDvAUS: શમીનો બોલ આંગળી પર વાગતાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને છોડવું પડ્યું મેદાન, જાણો વિગત
ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટના નુકસાન પર 132 રન બનાવી લીધા છે અને કુલ લીડ 175 રન થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેદાન છોડ્યા બાદ ફિંચને એક્સ રે માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલ ફિંચના એક્સ-રે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ ફિંચની ઇજા કેટલી ગંભીર છે તેની ખબર પડશે. દર્દથી પીડાતો ફિંચ 25 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો.
પર્થઃ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે લંચ બાદ ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 283 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જે બાદ બીજી ઈનિંગ માટે મેદાનમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને ટી લંચ પહેલા મોટો ઝટકો લાગ્યો હતો. ઓપનર એરોન ફિંચે આંગળીમાં ઈજાના કારણે મેદાન છોડવું પડ્યું હતું.
ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 13મી ઓવરમાં મોહમ્મદ શમીના બોલનો સામનો કરતી વખતે બોલ ફિંચના જમણા હાથની આંગળી પર વાગ્યો હતો. જેના કારણે તે દર્દથી પીડાવા લાગ્યો હતો. જે બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રવક્તાએ ફિંચ ટી લંચ બાદ બેટિંગમાં નહીં ઉતરે તેવી જાહેરાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -