INDvAUS: પ્રથમ ટેસ્ટમાં દિવસના અંતે ભારત સન્માનજનક સ્થિતિમાં, પૂજારાની સદી
ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 રન પર પહોંચ્યો ત્યારે લોકેશ રાહુલ (2 રન) આઉટ થયો હતો. જે બાદ મુરલી વિજય પણ 11 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. કોહલી 3 રન બનાવી પેટકમિન્સનો શિકાર બન્યો હતો. ઉસ્માન ખ્વાજાએ કેપ્ટન કોહલીનો શાનદાર કેચ પકડ્યો હતો. અજિંક્ય રહાણે પણ 13 રન બનાવી આઉટ થયો ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 41 રન હતો. રોહિત શર્મા 37 રન બનાવી લાયનની ઓવરમાં આઉટ થયો હતો. રિષભ પંત અને અશ્વિન બંને 25 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઈન્ડિયાએ 6 સ્પેશિયલ બેટ્સમેન, 1 વિકેટકિપર, 1 સ્પિનર અને 3 ફાસ્ટબોલર્સનો સમાવેશ કર્યો છે. પૂજારાના બાદ કરતાં કોઈ પણ બેટ્સમેન ઓસ્ટ્રેલિયન બોલર્સનો સામનો કરી શક્યા નથી. રોહિત શર્મા અને રિષભ પંત સેટ થયા વિકેટ ગુમાવી હતી. ભારતે ગઈકાલે જ 12 ખેલાડીઓના નામ જાહેર કરી દીધા હતા. જેમાં પ્લેઇંગ ઇલેવનમાં હનુમા વિહારીને સ્થાન આપવામાં આવ્યું નથી.
એડિલેડઃ ચાર ટેસ્ટ મેચની શ્રેણીની આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે ટીમ ઇન્ડિયાનો સ્કોર નવ વિકેટના નુકસાન પર 250 રન થયા હતા. એક સમયે ભારતે 86 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ચેતેશ્વર પૂજારાએ શાનદાર સદી ફટકારી ટીમ ઇન્ડિયાને સન્માનજનક સ્થિતિમાં મુકી દીધી હતી. પૂજારાએ 246 બોલનો સામનો કરી 123 રન ફટકાર્યા હતા. પૂજારા દિવસના છેલ્લા બોલ પર રનઆઉટ થયો હતો. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમની કંગાળ શરૂઆત થઈ હતી અને 41 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી.
પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા.
ટોસ વખતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન ટીમ પેની.
- - - - - - - - - Advertisement - - - - - - - - -