✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી20માં ટીમ ઇન્ડિયાની 4 રને હાર, ધવનની બેટિંગ એળે ગઇ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Nov 2018 12:55 PM (IST)
1

નવી દિલ્હીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટી20માં ભારતની 4 રને હાર થઈ છે. વરસાદી વિઘ્નના કારણે મળેલી 174 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 17 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 169 રન કરી શકી હતી. પ્રથમ ટી20માં આક્રમક બેટિંગ (76 રન) કરી રહેલા ધવનની ઇનિંગ એળે ગઇ હતી.

2

પ્રથમ T20 માટે ટીમ ઇન્ડિયાએ જાહેર કરેલી ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, રિષભ પંત, દિનેશ કાર્તિક, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ

3

ટૉસ હાર્યા બાદ ભારતે પ્રથમ ફિંલ્ડિગ પસંદ કરી અને ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે ઉતારી હતી. શરૂઆતમાં ખલીલે શોર્ટીને 7 રને પેવેલિયન મોકલ્યો હતો. બાદમાં કુલદીપે ફિન્ચને 27 રને અને ક્રિસ લિનને 37 રને આઉટ કર્યા હતા.

4

પ્રથમ ટી20માં મેક્સવેલે વિસ્ફોટક બેટિંગ કરતાં 24 બૉલમાં 4 છગ્ગા સાથે 46 રન ફટકાર્યા છે, જ્યારે બીજા છેડે માર્કસ ટોઇનીસ છે, તેને પણ 19 બૉલમાં 1 છગ્ગો અને 3 છગ્ગા સાથે 33 રન બનાવ્યા છે.

5

મેચ વરસાદી વિઘ્નના કારણે નિર્ધારિત ઓવરો કરતાં ઓછી ઓવરમાં રમાઇ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 3 વિકેટ ગુમાવીને 17 ઓવરમાં 158 રન ફટકાર્યા હતા. જોકે, ડકવર્થ લૂઇસના નિયમના કારણે ભારતને 17 ઓવરમાં 174 રનનો ટાર્ગેટ મળ્યો હતો

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી20માં ટીમ ઇન્ડિયાની 4 રને હાર, ધવનની બેટિંગ એળે ગઇ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.