કેરેબિયન કેપ્ટન જેસન હોલ્ડરે ભારત સામે બનાવ્યા આ રેકોર્ડ, જાણો વિગતે
આ ઉપરાંત જેસન હોલ્ડર છેલ્લા 100 વર્ષમાં સૌથી ઓછી સરેરાશથી એક કેલેન્ડર વર્ષમાં 30 કે તેથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. હોલ્ડરે ચાલુ વર્ષે 6 ટેસ્ટમાં 11.87ની સરેરાશથી 33 વિકેટ ખેરવી છે. 2003માં શોએબ અખ્તરે 12.36ની સરેરાશથી 30 વિકેટ લીધી હતી. 1984માં રિચાર્ડ હેડલીએ 13.20ની સરેરાશથી 35 વિકેટ ઝડપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહોલ્ડર ભારતીય ધરતી પર ટેસ્ટ મેચમાં અડધી સદી અને ઈનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેનારો પાંચમો બોલર બની ગયો છે. તેની પહેલા બ્રૂસ ટેલર 1965માં, જોન લીવર 1976માં દિલ્હીમાં, ઈયાન બોથમ 1980માં, માલ્કમ માર્શલ 1983માં કોલકાતામાં કારનામું કર્યું હતું.
હોલ્ડર ભારતમાં યજમાન ટીમ સામે એક ટેસ્ટમાં ચાર કે તેથી વધુ વિકેટ લેનારો ચોથો કેપ્ટન બની ગયો છે. તે આ કારનામું કરનારો કર્ટની વોલ્શ બાદ બીજો કેરેબિયન કેપ્ટન બની ગયો છે. પાકિસ્તાનના કેપ્ટન ફઝલ મહમૂદે 1960માં કોલકાતામાં ભારત સામે 26 રનમાં 5 વિકેટ લીધી હતી. વોલ્શે 1994માં મુંબઈ ટેસ્ટમાં 79 રનમાં 6 વિકેટ ખેરવી હતી. 2006માં ઈંગ્લેન્ડના કેપ્ટન એન્ડ્રૂ ફિલન્ટોફે 96 રન આપીને 4 વિકેટ લીધી હતી. 12 વર્ષ બાદ જેસન હોલ્ડરે આ સિદ્ધી મેળવી છે.
હૈદરાબાદઃ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ભારત સામે 5 વિકેટ લેવાની સાથે અનેક રેકોર્ડ બનાવી દીધા હતા. ભારત સામે રાજકોટમાં ઈજાગ્રસ્ત થયા બાદ તે પ્રથમ ટેસ્ટમાંથી હટી ગયો હતો અને બીજી ટેસ્ટમાં ધમાકેદાર વાપસી કરી હતી. તેણે પહેલી ઈનિંગમાં અડધી સદી ફટકારવાની સાથે રોસ્ટન ચેઝ સાથે પાંચમી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી હતી. બોલિંગમાં પણ તેણે 56 રન આપીને 5 વિકેટ ખેરવી હતી. પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે હોલ્ડરે અનેક રેકોર્ડ્સ બનાવી દીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -