INDvWI: વિન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની જીત થઈ હોવા છતાં ભારતનો આ ક્રિકેટર થઈ રહ્યો છે ટ્રોલ, જાણો શું છે મામલો
નવી દિલ્હીઃ ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મુકાબલામાં ભારતને 5 વિકેટથી જીત મળી હોવા છતાં ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન ટ્રોલ થઈ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ દરમિયાન ચોથી ઓવરમાં ખલીલના બોલ પર હોપે શોટ ફટકાર્યો અને રન દોડવા લાગ્યો. આ સમયે બોલ કેએલ રાહુલ પાસે પહોંચ્યો ત્યારે તેણે બોલ ઉઠાવીને એટલો ઊંચો થ્રો કર્યો કે વિકેટકિપર દિનેશ કાર્તિકે ઊંચો કૂદકો માર્યો હોવા છતાં પકડી શક્યો નહોતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સમયે મનીષ પાંડે કાર્તિકની પાછળ ઉભો હતો અને તેણે બોલ પકડીને ગિલ્લી ઉડાવી દીધી. જેના કારણે હોપે પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. જે બાદ ફેન્સે કેએલ રાહુલને ટ્રોલ કર્યો અને તેને ફિલ્ડિંગમાં સુધારો કરવાની સલાહ આપી.
જ્યારે ટીમ ઈન્ડિયા 110 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરી ત્યારે તેની શરૂઆત નબળી રહી હતી. બંને ઓપનસર્સ 16 રનમાં જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. જે બાદ લાંબા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલો કેએલ રાહુલ પણ માત્ર 16 રન જ બનાવી શક્યો હતો. જે બાદ દિનેશ કાર્તિક અને કૃણાલ પંડ્યાએ 18મી ઓવરમાં ભારતને 5 વિકેટથી જીત અપાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -