INDvWI: ટીમ ઈન્ડિયાએ આપી ‘દિવાળી’ ગિફ્ટ, વિન્ડિઝ સામે પ્રથમ વખત T20 શ્રેણી જીતી
લખનઉઃ અટલ બિહારી વાજયેપી સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 71 રનથી હાર આપીને પ્રશંસકોને દિવાળી ગિફ્ટ આપી હતી. 196 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાન પર ઉતરેલી કેરેબિયન ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 124 રન જ બનાવી શકી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ડેરેન બ્રાવોએ સર્વાધિક 23 રન બનાવ્યા હતા. ભારત તરફથી ખલીલ અહમદ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. આ સાથે ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે સૌપ્રથમ વખત T20 શ્રેણી જીતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલખનઉમાં 24 વર્ષ બાદ રમાયેલી આંતરરાષ્ટ્રીય મેચમા વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટને ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે ટીમમાં ઉમેશ યાદવના સ્થાને ભુવનેશ્વર કુમારને સામેલ કર્યો હતો.
આ પહેલા અત્રેના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાઇ રહેલી ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20 મેચમાં ભારતે 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 195 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 123 રનના ભાગીદારી કરી હતી. આ દરમિયાન બંનેએ કહેટાલ રોકોર્ડ પણ બનાવ્યા હતા. રોહિત શર્માએ આક્રમક બેટિંગ કરતાં 58 બોલમાં સદી પૂરી કરી હતી. શર્મા 111 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. તેણે 7 સિક્સર અને 8 ફોર ફટકારી હતી. લોકેશ રાહુલ પણ 14 બોલમાં 26 રન બનાવી અણનમ રહ્યો હતો. શિખર ધવન 43 અને રિષભ પંત 5 રન બનાવી આઉટ થયા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી એલીન અને પેરીને 1-1 વિકેટ લીધી હતી.
રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતે પ્રવાસી વિન્ડિઝને 5 વિકેટથી હાર આપી હતી. લખનઉમાં રમાયેલી બીજી T20 માં કેરેબિયન ટીમને 71 રનથી હાર આપવાની સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી જીતી લીધી છે. ત્રીજી અને અંતિમ T20 ચેન્નઈમાં 11 નવેમ્બરે રમાશે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, રિષભ પંત., મનીષ પાંડે, દિનેશ કાર્તિક, રિષભ પંત, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, ભુવનેશ્વર કુમાર
- - - - - - - - - Advertisement - - - - - - - - -