INDvAFG: મુરલી વિજય સદીથી માત્ર એક રન દૂર, વરસાદના વિઘ્ન વચ્ચે ટીમ ઈન્ડિયાનો સ્કોર 264/1
બેંગ્લોરઃ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના પ્રથમ દિવસે બીજા સેશન દરમિયાન અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ટી બ્રેક નિર્ધારિત સમય કરતાં વહેલો જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી મેચ શરૂ થયા બાદ પુનઃ વરસાદ આવ્યો ત્યારે મુરલી વિજય 99 અને લોકેશ રાહુલ 44 રને રમતમાં હતા. વરસાદના કારણે મેચ અટકી ત્યારે ભારતે 48.4 ઓવરમાં 264 રન નોંધાવી દીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા અફઘાનિસ્તાન સામેની એક માત્ર ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે લંચ બ્રેક સમયે વિના વિકેટના નુકસાન પર 158 રન બનાવ્યા હતા. લંચ સુધી શિખર ધવને વન ડે અંદાજમાં આક્રમક બેટિંગ કરી હતી. લંચ બ્રેક વખતે ધવન 104 રને રમતમાં હતો. જોકે લંચ બ્રેક બાદ માત્ર 3 રન ઉમેરી તે 107 રન બનાવી યામિદનો શિકાર બન્યો હતો. અફઘાનિસ્તાન વતી ટેસ્ટ ક્રિકેટમાં યામિદે સૌપ્રથમ વિકેટ લીધી હતી.
મેચ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શુભકામના પાઠવી હતી. મોદીએ લખ્યું કે, અફઘાનિસ્તાનના લોકો અને તેની ક્રિકેટ ટીમને પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમવા બદલ આભાર. તેમણે ઐતિહાસિક ટેસ્ટ મેચ રમવા બદલ ભારતની પસંદગી કરી તે માટે પ્રસન્નતા વ્યક્ત કરું છું. બંને ટીમોને શુભેચ્છા. રમતથી બંને દેશોના લોકો નજીક આવશે અને સંબંધ મજબૂત બનશે.
અફઘાનિસ્તાનની ટીમની ટેસ્ટ કેપ
ટ્રોફી
સ્ટાર નેટવર્ક પર આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકાશે. હોટસ્ટાર પર ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ મેચનું લાઇવ સ્ટ્રિમિંગ જાઈ શકાશે. કોહલી ઈજાગ્રસ્ત હોવાના કારણે આ ટેસ્ટમાં નહીં રમે. તેના સ્થાને રહાણે ભારતની ટીમની કેપ્ટન્સી સંભાળશે. ઉપરાંત મીડિયમ પેસર જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને આગામી ઇંગ્લેન્ડના પ્રવાસને નજરમાં રાખીને ટીમમાં નથી સમાવાયા.
ભારતની ટીમ આ પ્રમાણે છે : રહાને (કેપ્ટન), ધવન, વિજય, પુજારા, રાહુલ, કાર્તિક (વિકેટ કિપર), હાર્દિક પંડયા, અશ્વીન, જાડેજા, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ.
અફઘાનિસ્તાનની ટીમ : સ્ટાનિકઝાઈ (કેપ્ટન), શહઝાદ, અહમદી, રહમત શાહ, મુજીબ, જમાલ, શાહિદી, ઝાઝાઇ, નબી, ઝાહિર ખાન, હમઝા, શિરઝાદ, વફાદાર, રહમાન, રાશીદ ખાન, ઈહ્સાનુલ્લાહ, અહમદઝાઈ
- - - - - - - - - Advertisement - - - - - - - - -