વિશાખાપટ્ટનમઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી 20 વિશાખાપટ્ટનમમાં રમાઇ રહી છે. 14 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોની યાદમાં ભારતીય ટીમ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી છે. મેચ શરૂ થતાં પહેલા ખેલાડીઓ દ્વારા બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું.
વાંચોઃ ગુજરાત કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ લોકસભા ચૂંટણી લડવાની પાડી ના, જાણો શું કહ્યું
બીસીસીઆઈ પહેલા જ જાહેરાત કરી ચુક્યું છે કે ચાલુ વર્ષે આઈપીએલ ઉદ્ઘાટન સમારોહ નહીં થાય અને શહીદોના પરિવારજનોને આશરે 15 કરોડ રૂપિયા આપવામાં આવશે.
વાંચોઃ ચૂંટણી પહેલા મોદી સરકારની મોટી ભેટ, મકાનો પર GSTના દરમાં કર્યો ઘટાડો, જાણો વિગત
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગઈકાલે કહ્યું હતું કે, જે જવાનોએ તેમનો જીવ ગુમાવ્યો છે, તેમના પરિવારજનો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભારતીય ટીમ આ ઘટનાથી દુઃખી છે.