ઓસ્ટ્રેલિયાએ એક દિવસ પહેલા જ ટીમની કરી જાહેરાત, નવ વર્ષ બાદ આ ખેલાડીએ કરી વાપસી
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવનઃ એરોન ફિંચ (કેપ્ટન), એલેક્સ કૈરી, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હેંડસકોમ્બ, માર્ક્સ સ્ટોઈનિસ, ગ્લેન મૈક્સવેલ, નૈથન લાયન, પીટર સિડલ, રિચર્ડસન, જેસન બેહરનડોર્ફ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયા ટીમમાં ત્રણ બોલર, બે ઓલ રાઉન્ડરને શનિવારે મેદાન પર ઉતારશે. સિડલ, રિચર્ડસન અને જેસન બેહરનડોર્ફ ત્રણ ફાસ્ટ બોલર છે, જ્યારે માર્ક્સ સ્ટોઇનિસ ચોથા વિકલ્પ તરીકે છે. નૈથન લાયન સ્પિનરની આગેવાની કરશે.
નવી દિલ્હીઃ ભારત અનો ઓસ્ટ્રેલિયાની વચ્ચે આવતી કાલે ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થવા જઈ રહી છે. સીરીઝનો પ્રથમ મેચ સિડનીમાં રમાશે. તેના માટે મેજબાન ઓસ્ટ્રેલિયાએ એક દિવસ પહેલા જ પોતાની અંતિમ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. કેપ્ટન એરોન ફિંચે શુક્રવારે સિડની વનડે માટે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. અંદાજે નવ વર્ષ બાદ ટીમમાં સ્થાન મેળવનાર પીટર સિંડલ નવેમ્બર 2010 બાદ પોતાનો પ્રથમ વનડે રમવા માટે તૈયાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -