ઓસ્ટ્રેલિયા તરફથી હેન્ડકોમ્બે સૌથી વધુ 58 રન કર્યા હતા. ઉપરાંત શોન માર્શે 39, ઉસ્માન ખ્વાજાએ 34 રન ફટકાર્યા હતા. આ અગાઉ ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ચહલે 10 ઓવરમાં 42 રન આપી 6 વિકેટ લઈ ઓસ્ટ્રેલિયામાં કોઈ સ્પિનર દ્વારા સૌથી વધુ વિકેટ્સનો નવો રેકોર્ડ સ્થાપ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. 27 રન પર ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં ખ્વાજા અને માર્શે ટીમને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ખૂબ ધીમી બેટિંગ કરી હતી. ભારત તરફથી ચહલે છ, ભુવનેશ્વર કુમાર અને શમીએ બે-બે વિકેટ ઝડપી હતી. યુજવેન્દ્ર ચહલે સ્ટોઇનિસને 10 રને, ઉસ્માન ખ્વાઝાને 34 રને અને શોન માર્શને 39 રને પેવેલિયન ભેગા કર્યા હતા. જ્યારે ભુવનેશ્વર કુમારે પણ બે વિકેટ ઝડપતાં ઓપનર એલેક્સ કેરીને (5 રન) વિરાટ કોહલીના હાથમાં અને એરોન ફિન્ચને (14 રન) એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. અગાઉ ભારતે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરાયા છે. મોહમ્મદ સિરાજની જગ્યાએ વિજય શંકર, કુલદિપ યાદવની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલ અને અંબાતી રાયડુની જગ્યાએ કેદાર જાધવ રમશે.