INDvAUS: ત્રીજી ટેસ્ટ પહેલા ભારતને મોટો ઝટકો, બે દિગ્ગજ ખેલાડી ઈજાના કારણે થઈ શકે છે બહાર, જાણો વિગત
સૌરાષ્ટ્રના ડાબોડી સ્પિનર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ઈજાગ્રસ્ત છે. કોચ રવિ શાસ્ત્રીએ આજે ખુલાસો કર્યો કે ઓસ્ટ્રેલિયા પહોંચ્યાના થોડા દિવસોમાં જ તેના ખભામાં ઈંજેક્શન આપવામાં આવ્યું હતું. ટીમ મેનેજમેન્ટે રમાડવાનું જોખમ લીધું નહોતું. શાસ્ત્રીએ પત્રકારોને જણાવ્યું કે, બીજી ટેસ્ટ પહેલા અમને લાગ્યું કે જાડેજા 70-80 ટકા જ ફીટ હતો અને અમે પર્થમાં જોખમ લેવા નહોતા માંગતા. પર્થમાં ભારત ચાર ફાસ્ટબોલર સાથે ઉતર્યું હતું. ટીમમાં એક પણ સ્પિનરનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App26 ડિસેમ્બરથી શરૂ થતી બોક્સિંગ ડે ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિનનું રમવું શંકાસ્પદ છે. પર્થ ટેસ્ટ પહેલા 32 વર્ષીય અશ્વિનની માંસપેશી ખેંચાઈ ગઈ હતી. હજુ પણ તે આ સમસ્યાથી પીડાઈ રહ્યો છે. જેના કારણે આગામી ટેસ્ટમાં તેનું રમવું નક્કી નથી. કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, અશ્વિન રમશે કે નહીં તે આગામી 48 કલાકમાં જ નક્કી થઈ જશે.
ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં હાલ બંને ટીમો 1-1ની બરોબરી પર છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે વર્તમાન શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક ‘બોક્સિંગ ડે ટેસ્ટ’ શરૂ થવાને હવે ત્રણ દિવસ જ બાકી છે. આ પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. ઈજાના કારણે ભારતના બે દિગ્ગજ ખેલાડીઓ મેચ અને સીરિઝ ગુમાવી શકે છે. પૃથ્વી શૉ ઈજાના કારણે સીરિઝમાંથી બહાર થઈ ગયા બાદ સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા પણ ઈજાગ્રસ્ત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -