✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Ind vs Aus: ત્રીજી ટેસ્ટમાં જીતથી બે વિકેટ દૂર ટીમ ઇન્ડિયા, જાડેજાની ત્રણ વિકેટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Dec 2018 09:34 AM (IST)
1

2

ભારતીય ટીમે બોક્સિંગ ડે ટેસ્ટ જીતવા માટે ઓસ્ટ્રેલિયાને 399 રનનો લક્ષ્ય આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ તેનો બીજો દાવ 106/8 પર ડિક કર્યો હતો. આ પહેલા ભારતે આજે ત્રીજા દિવસના સ્કોર 54/5થી આગળ રમવાનું શરૂ કર્યું હતું.

3

ભારતે આપેલા 399 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની બીજી ઓવરમાં જસપ્રીત બુમરાહે એરોન ફિન્ચ (3)ને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.

4

ચોથા દિવસનું પ્રથમ સેશન ભારત માટે શાનદાર રહ્યું હતું. બીજો દાવ ડિક કર્યાં બાદ ભારતે ઓસ્ટ્રેલિયાની 4 વિકેટ ઝડપી લીધી છે. બે સફળતા બુમરાહ તો બીજી સફળતા જાડેજા અને શમીને મળી હતી.

5

મેલબોર્ન: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં જીતથી ટીમ ઇન્ડિયા બે વિકેટ દૂર છે. ઓસ્ટ્રેલિયા હજુ પણ 141 રન દૂર છે. ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં 85 ઓવરમાં આઠ વિકેટ પર 258 રન બનાવ્યા હતા. રમતના અંતે નાથન લિયોન 6 અને પેટ કમિન્સ 63 રન પર રમતમાં હતા. બંન્ને વચ્ચે નવમી વિકેટ માટે 42 રનની ભાગીદારી થઇ હતી. કમિન્સની તેના ટેસ્ટ કરિયરની સૌથી શ્રેષ્ઠ ઇનિંગ રમી છે. આ અગાઉ ટીમ ઇન્ડિયાએ બીજી ઈનિંગમાં 37.3 ઓવરમાં 8 વિકેટના નુકશાન પર 108 રન પર દાવ ડિકલેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 399 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં 443 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા 151 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • Ind vs Aus: ત્રીજી ટેસ્ટમાં જીતથી બે વિકેટ દૂર ટીમ ઇન્ડિયા, જાડેજાની ત્રણ વિકેટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.