ઓસ્ટ્રેલિયા રવાના થતા પહેલા ધોનીએ માતાજીના કર્યા દર્શન, ભજન-કીર્તનમાં લીધો હિસ્સો, જાણો વિગતે
દેવડી માતામાં ધોનીને ખૂબ શ્રદ્ધા છે. તે જ્યારે પણ રાંચી આવે છે ત્યારે દેવડી માતાના દર્શનાર્થે જાય છે. કોઈપણ સીરિઝની શરૂઆતમાં ધોની આ મંદિરના દર્શન કરી ટીમ અને ખુદની સફળતા માટે પ્રાર્થના કરે છે.
ઓસ્ટ્રેલિયા સીરિઝ ધોનીના ફોર્મમાં આવવા માટેનો સારો સમય માનવામાં આવે છે. વન ડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા રવાના થવા પહેલા ધોનીએ રાંચીના દેવડી માતાના મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યાં ધોનીએ પૂજા-અર્ચના કરી અને લગભગ અડધો કલાક સુધી ભજન-કીર્તનમાં પણ હિસ્સો લીધો.
રાંચીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 12 જાન્યુઆરીથી ત્રણ મેચની વન ડે સીરિઝનો પ્રારંભ થશે. વન ડે શ્રેણીમાં તમામની નજર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર રહેશે. ધોની છેલ્લા ઘણા સમયથી ફોર્મમાં નથી. આ સ્થિતિમાં પ્રશંસકો ક્રિકેટ વર્લ્ડકપ પહેલા માહી ફોર્મમાં આવે તેમ ઈચ્છે છે.
ટેસ્ટ મેચ પહેલા ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રણ મેચની ટી20 શ્રેણીમાં ધોનીને પડતો મુકવામાં આવ્યો હતો. પરંતુ ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ટી20 શ્રેણી માટે ટીમમાં વાપસી થઈ છે.