આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વનડે, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે
જો તમે વનડે મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ જોવા માગતા હોય તો, સોની નેટવર્કની ચેનલ સોની સિક્સ પર પરથી જોઇ શકો છો. જ્યારે હિન્દી કૉમેન્ટ્રી સોની ટેન-3 પર જોઇ શકશો.
ભારત ઓસ્ટ્રેલિયા સામે આવતી કાલે 12 જાન્યુઆરીએ પોતાની પ્રથમ વનડે મેચ ઓસ્ટ્રેલિયાના સિડનીના એમસીજી ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમશે.
પ્રથમ વનડે ભારતીય સમયાનુસાર સવારે 7.50 વાગે શરૂ થશે.
ભારત ઓસ્ટ્રેલિયા વનડે મેચનું ઓનલાઇન સ્ટ્રીમિંગ SonyLIV પરથી જોઇ શકાશે.
નવી દિલ્હીઃ ટી20 અને ટેસ્ટમાં વિજયી રહી ચૂકેલી ભારતીય ટીમ યજમાન ઓસ્ટ્રેલિયન ટીમને વનડેમાં પણ માત આપવા આવતીકાલે મેદાને પડશે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 2-1થી 70 વર્ષ બાદ ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયા ફૂલ ફોર્મમાં છે. આવતીકાલથી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે પાંચ વનડે મેચોની સીરીઝ રમવા સિડની મેદાનમાં ઉતરશે. ધોની, ધવન અને રોહિત શર્માની વાપસીથી ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં આવી ગઇ છે. અહીં ક્યાંથી ક્યારે અને કઇ રીતે લાઇવ બ્રૉડકાસ્ટિંગ જોઇ શકાશે તેની માહિતી આપવામાં આવી છે.