INDvAUS: એડિલેડમાં ટીમ ઈન્ડિયાની જીતના આ રહ્યા હીરો, જાણો વિગત
મોહમ્મદ શમીઃ ટેસ્ટ શ્રેણી બાદ વન ડેમાં પણ શમીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. શમીએ 10 ઓવરમાં 58 રન આપી 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત રોહિત શર્મા અને શિખર ધવને પણ ઉપયોગી ઈનિંગ રમી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએડિલેડઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચની શ્રેણી પૈકીની બીજી મેચમાં ભારતનો 6 વિકેટથી વિજય થયો હતો. આ સાથે જ સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 299 રનનો ટાર્ગેટ ભારતે 49.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો.
વિરાટ કોહલીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સદી ફટકારીને ભારતને મેચ જીતાડવામાં સૌથી મહત્વનો ફાળો આપ્યો હતો. કોહલીએ કરિયરની 39મી સદી (104 રન) અને રન ચેઝ કરતી વખતે 24મી સદી મારી હતી. કોહલીની આ ઈનિંગ બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ધોનીઃ કોહલી આઉટ થયા બાદ ભારતને મેચ જીતવા અંતિમ ઓવરોમાં 8 કરતાં વધુ સરેરાશથી રન કરવાની જરૂર હતી. ધોનીએ એક છેડો સંભાળી રાખ્યો હતો. ધોની 54 બોલમાં 55 રન બનાવી અણનમ રહ્યો હતો. આ ઈનિંગમાં તેણે 2 સિક્સ મારી હતી. ગત મેચમાં ધીમી બેટિંગ કરવા બદલ ધોનીની ટીકા થઈ હતી. આ ઈનિંગ રમીને ધોનીને ટીકાકારોને પણ જવાબ આપી દીધો છે.
ભુવનેશ્વર કુમારઃ ઓસ્ટ્રેલિયાએ ધીમી પણ મક્કમ શરૂઆત કરી ત્યારે ભુવનેશ્વર કુમારે ફીંચને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. આ ઉપરાંત જ્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન શોન માર્શ અને ગ્લેન મેક્સવેલ અંતિમ ઓવરમાં આક્રમક બેટિંગ કરતા હતા ત્યારે ભુવનેશ્વરે બંનેને એક જ ઓવરમાં આઉટ કરીને રન ગતિ પર બ્રેક મારી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયા 300 રનનો સ્કોર પાર કરી શક્યું નહોતું. ભુવનેશ્વરે 10 ઓવરમાં 45 રન આપીને 4 વિકેટ લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -