INDvAUS: ડેબ્યૂ મેચમાં જ મોહમ્મદ સિરાઝે બનાવ્યો શરમજનક રેકોર્ડ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Jan 2019 02:19 PM (IST)
1
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન ડેમાં આજે ભારત તરફથી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝે એક દિવસીય મેચમાં ડેબ્યૂ કર્યું હતું. આઈપીએલમાં પોતાની બોલિંગથી પ્રભાવિત કરનારા સિરાઝ માટે કરિયરની પ્રથમ વન ડે યાદગાર રહી નથી. ડેબ્યૂ મેચમાં જ આ યુવા બોલરના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે.
2
કરિયરની પ્રથમ એક દિવસીય મેચ રમવા મેદાનમાં ઉતરેલા સિરાઝની ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ધોલાઈ કરી અને 10 ઓવરના સ્પેલમાં 76 રન આપ્યા છતાં એક પણ વિકેટ ન ઝડપી શક્યો. તેની સાથે જ સિરાઝ ડેબ્યૂ મેચમાં સૌથી વધારે રન આપનારો બીજો ભારતીય બોલર બની ગયો છે.
3
1975માં કરશન ઘાવરીએ 11 ઓવરમાં 83 રન આપ્યા હતા અને તે આ શરમજનક લિસ્ટમાં ટોચ પર છે.