મુંબઈઃ ઓસ્ટ્રેલિયા સામે દેશની આર્થિક રાજધાની મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલી ત્રણ મેચની શ્રેણી પૈકીની પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો 10 વિકેટથી વિજય થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 256 રનના લક્ષ્યાંકને પ્રવાસી ટીમે 37.4 ઓવરમાં વિના વિકેટે હાંસલ કરી લીધો હતો. કેપ્ટન એરોન ફિંચ (110 રન અણનમ) અને ડેવિડ વોર્નરે (128 રન અણનમ) પ્રથમ વિકેટ માટે 258 રનની અણનમ ભાગીદારી કરી ઓસ્ટ્રેલિયાને જીતાડ્યું હતું. વોર્નરે વન ડે કરિયરની 18મી અને ફિંચે વન ડે કરિયરની 16મી સદી ફટકારી હતી. મેચ જીતવાની સાથે જ ઓસ્ટ્રેલિયાએ 1-0ની લીડ લઈ લીધી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીનો બીજો મુકાબલો 17 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે.  ભારતની શરમજનક હાર માટે નીચે દર્શાવેલા કારણો જવાબદાર રહ્યા.


મિડલ ઓર્ડરનો કંગાળ દેખાવઃ રોહિત શર્માની સસ્તામાં વિકેટ ગુમાવ્યા બાદ લોકેશ રાહુલ અને શિખર ધવને બીજી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. લોકેશ રાહુલ બીજી વિકેટના રૂપમાં આઉટ થયા બાદ માત્ર 30 રનમાં જ ભારતે ચાર કિંમતી વિકેટ ગુમાવી હતી. આ કળમાંથી ટીમ ઈન્ડિયા ક્યારેય બેઠી ન થઈ શકી. ઉપરાંત પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. ટીમ ઈન્ડિયા 49.1 ઓવરમાં 255 રન બનાવી ઓલઆઉટ થઈ હતી.

ભારતીય બોલર્સ વોર્નર-ફિંચને રોકી ન શક્યાઃ 256 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમના ઓપનર્સ એરોન ફિંચ અને ડેવિડ વોર્નરે શરૂઆતથી આક્રમક બેટિંગ કરી હતી. 10 ઓવરમાં તેમણે 84 રન ફટકારી દીધા હતા. 256 રનના લક્ષ્યાંકને પ્રવાસી ટીમે 37.4 ઓવરમાં વિના વિકેટે હાંસલ કરી લીધો હતો. કેપ્ટન એરોન ફિંચ (110 રન અણનમ) અને ડેવિડ વોર્નરે (128 રન અણનમ) પ્રથમ વિકેટ માટે 258 રનની અણનમ ભાગીદારી કરી ઓસ્ટ્રેલિયાને જીતાડ્યું હતું.

કોહલીના બેટિંગ ક્રમમાં બદલાવઃ વિરાટ કોહલી આજની મેચમાં નંબર ચાર પર બેટિંગ કરવા આવ્યો હતો. કોહલીએ લોકેશ રાહુલ માટે સ્થાન ખાલી કર્યું હતું પરંતુ ચોથો ક્રમ કોહલીને ફળ્યો નહોતો. ચોથા ક્રમે કોહલી ક્યારેય મોટો સ્કોર કરી શક્યો નથી. આજે પણ તે 16 રન બનાવી ઝમ્પાની ઓવરમાં આઉટ થયો હતો.

INDvAUS: પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટથી હરાવ્યું, વોર્નર-ફિંચની સદી, સીરિઝમાં 1-0ની લીડ

INDvAUS: પંતના બદલે રાહુલ કેમ કરી રહ્યો છે વિકેટકિપિંગ ? કારણ જાણીને ચોંકી જશો

દિલ્હી ચૂંટણીઃ AAP એ તમામ 70 સીટ પર ઉમેદવારો કર્યા જાહેર, 15 વર્તમાન ધારાસભ્યોની કાપી ટિકિટ, જુઓ લિસ્ટ