મુંબઈઃ ઓસ્ટ્રેલિયા સામે દેશની આર્થિક રાજધાની મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રમાઈ રહેલી પ્રથમ વન ડે દરિમયાન બેટિંગ કરતી વખતે ટીમ ઈન્ડિયાના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતને માથામાં બોલ વાગ્યો હતો. જે બાદ તે વિકેટકિપિંગ માટે મેદાનમાં નથી આવ્યો. પંતના સ્થાને કેએલ રાહુલ વિકેટકિપરની જવાબદારી સંભાળી રહ્યો છે.

રિષભ પંતને લઈ બીસીસીઆઈ દ્વારા નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું કે, હેલ્મેટ પર બોલ વાગવાના કારણે પંતનો કન્કશન ટેસ્ટ થયો છે. હાલ તેની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. પંતના સ્થાને મનીષ પાંડે ફિલ્ડિંગમાં ઉતર્યો છે. પંતે આ મેચમાં 32 બોલમાં 28 રન બનાવ્યા હતા.


ભારત મેચમાં પ્રથમ બેટિંગ કરતાં 49.1 ઓવરમાં 255 રનમાં ઓલઆઉટ થયું હતું. શિખર ધવને સર્વાધિક 74 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી હતી.

INDvAUS પ્રથમ વન ડેઃ ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા આપ્યો 256 રનનો લક્ષ્યાંક, ધવનના 74 રન, સ્ટાર્કની 3 વિકેટ

 શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં પૂરા કર્યા 1000 રન, બન્યો 5મો ભારતીય બેટ્સમેન

ઉત્તરાયણ પર દોરીથી ગળુ કપાવાના કેટલા કેસ નોંધાયા, 108ને કેટલા કોલ મળ્યા, જાણો વિગત