INDvAUS: ચોથી ટેસ્ટ પહેલાં કોહલીએ કર્યો મોટો ધડાકો, કહ્યું- 8 વર્ષથી આ ઈજાથી છું પરેશાન, જાણો વિગત
વિરાટ કોહલીની પીઠની ઈજા કોઈનાથી છૂપી રહી શકી નથી. મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે તેણે મેદાન પર ફિઝિયોની મદદ લેવી પડી હતી. તે સમયે કોહલીને તેની ઈજાએ પરેશાન કરી હતી. તેમ છતાં પ્રથમ ઈનિંગમાં 82 રન બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિડનીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારત માટે વધુ એક ખરાબ સમાચાર છે. પહેલા અશ્વિન બહાર થઈ ગયા બાદ પ્રેક્ટિસ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની બેક ઈન્જરી ફરીથી તેને પરેશાન કરી રહી છે.
કોહલીએ કહ્યું કે,મારી પરેશાની કોઈ નવી નથી. આ ઈજા મને 2011થી પરેશાન કરી રહી છે. જોકે ફિઝિયોની મદદ લીધા બાદ સારું લાગે છે અને મારા પ્રદર્શન પર ધ્યાન રાખું છું. આ પહેલા ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં પણ તેની આ ઈજા સામે આવી હતી. ઈજાની ચિંતા કર્યા વગર કોહલી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારત માટે સર્વશ્રેષ્ઠ દેખાવ કરી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -