INDvNZ: આવતીકાલે પાંચમી અને અંતિમ વન ડે, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે ટેલિકાસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Feb 2019 07:00 PM (IST)
1
વેલિંગ્ટનઃ ન્યૂઝિલેન્ડ સામેની પાંચ વન ડે મેચની શ્રેણીની પ્રથમ ચાર મેચ બાદ ભારત સીરિઝમાં 3-1થી આગળ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હોવાથી રોહિત શર્મા સુકાનીપદ સંભાળી રહ્યો છે. ગુરુવારે હેમિલ્ટનમાં ભારત 92 રનમાં ખખડી ગયા બાદ આવતીકાલની મેચમાં ટીમ ઈન્ડિયા વાપસી કરવાના ઇરાદે મેદાનમાં ઉતરશે.
2
ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ મેચ વેલિંગ્ટનના વેસ્ટપેક સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયામાં ધોનીની વાપસી થઈ શકે છે. ભારતીય સમય પ્રમાણે મેચ સવારે 7.30 કલાકે થશે. સવારે 7.00 કલાકે ટોસ કરવામાં આવશે.
3
મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ, ડીડી સ્પોર્ટ્સ પરથી થશે. મેચનું લાઇવ સ્ટ્રિમિંગ હોટસ્ટાર, જિયો ટીવી અને એરટેલ ટીવી પરથી જોઈ શકાશે.