INDvAUS: પ્રથમ દિવસે ભારતની ધીમી બેટિંગ, 2 વિકેટ ગુમાવી બનાવ્યા 215 રન
ત્રીજી ટેસ્ટ માટે જાહેર થયેલી ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, મયંક અગ્રવાલ, રોહિત શર્મા, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મેચમાં ભારતીય ટીમ નવી ઓપનિંગ જોડી સાથે ઉતરી હતી તેનો પણ એક રેકોર્ડ બન્યો છે. 82 વર્ષ બાદ ટેસ્ટમાં ભારતના બંને નવા ઓપનિંગ બેટ્સમેનોએ પ્રથમ વખત ઈનિંગની શરૂઆત કરી છે. આ પહેલા 1936માં દાતારામ હિંડલેકર અને વિજય મર્ચન્ટે ઈનિંગની શરૂઆત કરી હતી.
મેલબોર્નઃ બોક્સિંગ ડેથી શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસે ભારતે ધીમી પણ મક્કમ બેટિંગ કરતાં દિવસના અંતે 89 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 215 રન બનાવી લીધા છે. ચેતેશ્વર પૂજારા 68 અને કેપ્ટન વિરાટ કોહલી 47 રને રમતમાં છે. ઓસ્ટ્રેલિયા તરફથી બંને વિકેટ પેટ કમિન્સે લીધી હતી.
મયંક અગ્રવાલ અને હનુમા વિહારીની નવી ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી હતી. હનુમા વિહારી 66 બોલમાં 8 રન બનાવી આઉટ થયો હતો. જે બાદ મયંક અગ્રવાલે ચેતેશ્વર પૂજારા સાથે મળી ઈનિંગ આગળ વધારી હતી. મયંક અગ્રવાલ 161 બોલમાં 76 રન બનાવી આઉટ થયો હતો. મયંકે 8 ફોર અને 1 સિક્સ મારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -