INDvAUS: પૂજારાએ ફટકારી ઓસ્ટ્રેલિયામાં પ્રથમ સદી, ટેસ્ટ કરિયરના પૂરા કર્યા 5000 રન
એડિલેડઃ ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે 9 વિકેટ ગુમાવી 250 રન બનાવી લીધા છે. ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ 123 રનની ઇનિંગ રમી ટીમ ઇન્ડિયાની લાજ બચાવી હતી. ભારતની એક સમયે 86 રનમાં જ 5 વિકેટ પડી ગઇ હતી. તે બાદ પૂજારાએ ધીમી પણ મક્કમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન બોલરોને પરેશાન કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂજારા પહેલા સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ, વિરેન્દ્ર સેહવાગ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર, ગુંડપ્પા વિશ્વનાથ, વિરાટ કોહલી 5000થી વધુ ટેસ્ટ રન બનાવી ચુક્યા છે.
ચેતેશ્વર પૂજારાએ 231 બોલમાં 6 ફોર અને એક સિક્સરની મદદથી ટેસ્ટ કરિયરની 16મી સદી પૂર્ણ કરી હતી.સૌરાષ્ટ્રના બેટ્સમેને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે ટેસ્ટ કરિયરમાં 5,0000 રનનો આંકડો પણ પાર કર્યો હતો. પૂજારાએ 246 બોલમાં 7 ફોર અને 2 સિક્સરની મદદથી 123 રન બનાવ્યા હતા. પૂજારા ટેસ્ટમાં 5 હજાર રન પુરા કરનાર 12મો ભારતીય ખેલાડી બન્યો હતો. પૂજારાની ઓસ્ટ્રેલિયામાં આ પ્રથમ સદી છે.
પૂજારા ટેસ્ટ ક્રિકેટમાં 8મી વખત રન આઉટ થયો હતો. ભારત તરફથી ધ વોલ તરીકે ઓળખાતો રાહુલ દ્રવિડ 13 વખત રન આઉટ થવાની સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં 9 વખત રન આઉટ થયો છે અને તે બીજા ક્રમે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -