IPL-2019 માટે આ દિગ્ગજ ખેલાડીએ પોતાની બેસ પ્રાઈઝમાં કર્યો ધરખમ ઘટાડો
નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સીઝન માટે 18 ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની હરાજી થવાની છે. આ નવી સીઝનમાં તમામ આઠ ફ્રેન્ચાઈઝી 70 ખેલાડીઓ માટે બોલી લગાવશે. જોકે સીઝન 12 માટે કુલ 1003 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિદેશીઓમાં ઓસ્ટ્રેલિયાના 35 જ્યારે અફઘાનિસ્તાનના 27 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સૌથી વધારે સાઉથ આફ્રીકાના 59 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અમેરિકા, હોંગકોંગ અને આયરલેન્ડના એક એક ખેલાડીઓના નામ આ યાદીમાં સામેલ છે. હરાજી માટે ખેલાડીઓની યાદીમાંથી છટણી કરવામાં આવશે અને ફ્રેન્ચાઈઝીઓને પોતાના મનપસંદ ખેલાડીઓની યાદી સોંપવા માટે 10 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવશે.
આઈપીએલ સીઝન-12 માટે ભારતથ પૂર્વોત્તર રાજ્યો, ઉત્તરાખંડ અને બિહારના ક્રિકેટરો સહિત 232 વિદેશી ખેલાડીઓએ હરાજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રજિસ્ટર ખેલાડીઓમાંથી 800એ અત્યાર સુધી એકપણ ઇન્ટરનેશનલ મેચ રમ્યા નથી જેમાંથી 746 ભારતીય ખેલાડીઓ સામેલ છે.
તેની સાથે જ આસીઝન માટે અનેક ખેલાડીઓએ પોતાની બેસ પ્રાઈઝમાં ફેરફાર કર્યો છે. નવી સીઝનની હરાજીમાં અનેક ખેલાડી એવા પણ છે જેણે પોતાની બેસ પ્રાઈઝમાં ભારે ઘટડો કર્યો છે. આ યાદીમાં ભારતના વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહનું નામ પણ સામેલ છે. યુવરાજ સિંહએ સીઝન-12ની હરાજી માટે પોતાની બેસ પ્રાઈઝ બે કરોડ રૂપિયાથી ઘટાડીને 1 કરોડ રૂપિયા કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -