આરામના બહાને ટીમમાંથી બહાર કરાતાં રવિન્દ્ર જાડેજાએ કાઢ્યો શું બળાપો? ટ્વિટ વાયરલ થતાં શું કર્યું?
ટીમ ઇન્ડિયાની પસંદગી થતા જ રવિન્દ્ર જાડેજાએ એક ટ્વિટ કરી હતી જેમાં તે થોડો નિરાશ લાગતો હતો. જાડેજાએ ટ્વિટર હેન્ડલ પર ઘોડા સાથેની તસવીર પોસ્ટ કરી કેપ્શન લખ્યુ, 'પોતાની અસફળતાથી પોતાની વાપસીને મજબૂત બનાવો.' જાડેજાની આ ટ્વિટ થોડા સમયમાં જ વાયરલ થઇ હતી. જોકે, તે બાદ તેણે આ ટ્વિટ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી હટાવી લીધી હતી. મહત્વપૂર્ણ છે કે શ્રીલંકા સામેની શ્રેણીમાં પણ રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રથમ ત્રણ વનડે માટે પસંદ કરવામાં આવેલ ટીમમાં અશ્વિન અને જાડેજાનું નામ સામેલ નથી. અશ્વિન હાલમાં બન્ને કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યા છે અને આ જ કારણે તેમની પસંદગી કરવામાં આવી નથી. જાડેજાની પસંદગી ન થતા સોશિયલ મીડિયા દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી.
જાડેજાએ ઇશારા ઇશારામાં સ્પષ્ટ કર્યુ હતું કે ટીમ ઇન્ડિયામાં તેને આરામ નહીં પરંતુ બહાર કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે 17 સપ્ટેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની વન ડે સીરિઝ શરૂ થઇ રહી છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને એક વખત ફરી ટીમ ઇન્ડિયામાં સ્થાન નથી મળ્યું. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાનાર પાંચ વડને મેચની સીરીઝના પ્રથમ ત્રણ વનડે માટે ટીમની જાહેરાત થઈ ગઈ છે જેમાં જાડેજાને સ્થાન મળ્યું નથી. સિલેક્શન કમિટી અનુસાર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે. પરંતુ આ નિર્ણયથી ઓલરાઉન્ડર જાડેજા નારાજ જોવા મળ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -