મુકેશ અંબાણીની દીકરી કરશે બોલીવુડમાં એન્ટ્રી, આ ફિલ્મ કરશે પ્રોડ્યૂસ
સારાગઢી, પાકિસ્તાનના NWFPમાં ફોર્ટ ગુલિસ્તાન અને ફોર્ટ લોકહાર્ટ વચ્ચે પડતી એક પોસ્ટ હતી. અફઘાન લોકોને આ યુદ્ધમાં પોતાના 600 લોકો ગુમાવવા પડ્યા હતા. આ દિવસને શિખ રેજિમેન્ટ, રેજિમેન્ટલ બેટલ ઓનર્સ ડેના રૂપમાં મનાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય સૈન્ય ઈતિહાસમાં મીલનો પથ્થર સાબિત થયેલી સારાગઢીની જંગ વર્ષ 1897માં 12 ડિસેમ્બરે લડાઈ હતી. આ જંગ 36 શિખ રેજિમેન્ટના 21 સૈનિકો અને 10 હજાર અફઘાન કબાલિયો વચ્ચે લડવામાં આવી હતી. આ દરેક ભારતીય સૈનિકોને ઈન્ડિયન ઓર્ડન ઓ મેરિટથી નવાજવામાં આવ્યા હતા.
ખાસ વાત એ છે કે ‘બેટલ ઓફ સારાગઢી’ પર કરણ-અક્ષય ઉપરાંત રાજકુમાર સંતોષી અને અજય દેવગણ પણ ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મમાં અજય 36 શિખ રેજિમેન્ટના 21 જવાનો દસ હજાર અફઘાની સિપાઈઓ સાથે ટક્કર લઈને સારાગઢી કિલ્લાને જીતવાની વાર્તાને ફિલ્મી પડદા પર બતાવવા જઈ રહ્યો છે.
જાણકારી મુજબ કેટલાક દિવસો પહેલા કરણ જોહરના ઘરે અક્ષય કુમાર અને ઈશા અંબાણીની મીટિંગ થઈ હતી. ઈશાને આ પ્રોજેક્ટ ખૂબ સારો લાગ્યો. અક્ષય, કરણ અને રેશમા શેટ્ટીની ફાઈનલ મીટિંગ 29 ઓગસ્ટના દિવસે અક્ષયના ઘર પર થઈ.
નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી ટૂંકમાં જ બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. પરંતુ તે કોઈ ફિલ્મમાં એક્ટિંગ કરતી જોવા નહીં મળે પરંતુ તે ફિલ્મ પ્રોડ્યૂસ કરવા જઈ રહી છે. અહેવાલ અનુસાર બેટલ ઓફ સારાગઢી ફિલ્મ કરણ જોહર સાથે તે પ્રોડ્યૂસ કરશે. જોકે આ ફિલ્મમાંથી થોડા સમય પહેલા જ સલમાને ખાને પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -