INDvAUS: આવતીકાલથી બીજી ટેસ્ટ, જાણો કેટલા વાગે શરૂ થશે અને ક્યાં જોઈ શકાશે લાઇવ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Dec 2018 07:55 AM (IST)
1
મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ સોની નેટવર્કની ચેનલ સોની સિક્સ પર જોઇ શકાશે. હિન્દીમાં કૉમેન્ટ્રી સોની ટેન-3 પરથી પ્રસારિત થશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ SonyLIV પરથી નીહાળી શકાશે.
2
આ મેદાન પર ભારતને 10 વર્ષ પહેલા જીત મળી હતી. 2008માં અનિલ કુંબલેની કેપ્ટનશિપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 72 રનથી હાર આપી હતી. ભારતીય સમય પ્રમાણે બીજી ટેસ્ટ સવારે 7.50 કલાકે શરૂ થશે, જ્યારે પ્રથમ ટેસ્ટ 5.30 કલાકે શરૂ થતી હતી.
3
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ 14 ડિસેમ્બર, શુક્રવારથી પર્થમાં શરૂ થશે. ચાર ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ભારતે 31 રનથી જીતીને 1-0ની લીડ લઈ લીધી છે. હવે બીજી મેચમાં જીત મેળવવાના ઈરાદે કોહલી એન્ડ કંપની મેદાનમાં ઉતરશે.