મુંબઈઃ ભારતીય ઓપનર શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન ડે દરમિયાન એક ખાસ સિદ્ધી મેળવી હતી. તે ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં 1000 રન કરનારો ભારતનો પાંચમો બેટ્સમેન બન્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામે મુંબઈમાં આ મુકામ હાંસલ કર્યો હતો.

ડાબોડી બેટ્સમેન ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં 1000 રન પૂરા કરનારો ક્રિકેટ વિશ્વનો 32મો ખેલાડી બન્યો હતો. ક્રિકેટનો ભગવાન ગણાતો  ભારતનો પૂર્વ ઓપનર સચિન તેંડુલકર (3077 રન), મહેન્દ્ર સિંહ ધોની (1660 રન) વિરાટ કોહલી (1727 રન)  અને રોહિત શર્મા (2047 રન) આ સિદ્ધી મેળવી ચુક્યા છે.

34 વર્ષીય ધવને આ સિદ્ધી ઓસ્ટ્રેલિયા સામે 25મી ઈનિંગ દરમિયાન હાંસલ કરી હતી. ધવને ઓસ્ટ્રેલિયા સામે ચાર સદી ફટકારી છે. ધવને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 66 બોલ પર અડધી સદી પૂરી કરી હતી. તેણે 91 બોલમાં 74 રનની ઈનિંગ રમી હતી. આ મેચ પહેલા ધવનના નામે 133 વન ડેમાં કુલ 5518 રન હતા. જેમાં 17 સદી અને 27 અડધી સદી સામેલ છે.


સુપ્રીમ કોર્ટે નિર્ભયાના દોષી વિનય-મુકેશની ક્યૂરેટિવ અરજી ફગાવી, જાણો વિગતે

ઉત્તરાયણ પર દોરીથી ગળુ કપાવાના કેટલા કેસ નોંધાયા, 108ને કેટલા કોલ મળ્યા, જાણો વિગત

INDvAUS પ્રથમ વન ડેઃ ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા આપ્યો 256 રનનો લક્ષ્યાંક, ધવનના 74 રન, સ્ટાર્કની 3 વિકેટ