INDvAUS: મેલબોર્ન ટેસ્ટમાં જીત છતાં કોહલી અંતિમ ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં કરશે ફેરફાર, જાણો શું છે કારણ
સિડનીઃ ટીમ ઈન્ડિયાએ રવિવારે ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાને 137 રનથી હાર આપી હતી. મેલબોર્નમાં જીત બાદ ભારતીય ટીમનો ઉત્સાહ ટોચ પર છે, પરંતુ તેમ છતાં કેપ્ટન વિરાટ કોહલી ગુરુવાર, તા. 3 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થતી શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBCCI એ કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
આ ટીમમાં રોહિત શર્મા પણ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ હતો. પરંતુ તે પિતા બન્યો હોવાથી સ્વદેશ પરત ફરી રહ્યો છે. રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહએ મુંબઈની હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. રિતિકાની પિતરાઇ બહેન અને અભિનેતા સોહેલ ખાનની પત્ની સીમા ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી જાણ કરી હતી. ત્રીજી ટેસ્ટમાં વિજય મેળવ્યાના થોડા કલાકોમાં રોહિતને આ ખુશખબરી મળી હતી. બાદમાં રોહિતે ફ્લાઇટ પકડી હતી અને તે ઘર જવાના રવાના થઇ ગયો હતો.
જોકે થોડા સમય અગાઉ રોહિત શર્માએ પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માઇકલ ક્લાર્ક સાથે એક ચેટ શોમાં ખુલાસો કર્યો હતો કે, તે જલદી પિતા બનવાનો છે. રોહિતના પિતા બનવાની ખબર મળતા જ સોશિયલ મીડિયા પર બધા તેને અભિનંદન પાઠવવા લાગ્યા છે. રોહિત શર્માએ 13 ડિસેમ્બર, 2015ના રોજ લગ્ન કર્યા હતા.
સિડનીમાં રમાનારી ચોથી અને અંતિમ ટેસ્ટમાં રોહિતના સ્થાને હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ઉપરાંત જો પિચ સ્પિનરોને અનુકૂળ હશે તો ટીમ ઈન્ડિયામાં એક સ્પિનરનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે. હાલ ચાર મેચની શ્રેણીમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -