Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
INDvAUS: આવતીકાલે બીજી T20, ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે આ બદલાવ
સિડનીઃ યજમાન ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેનમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં 4 રને હાર થયા બાદ બીજી મેચમાં ટીમ ઈન્ડિયામાં ફેરફાર થઈ શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે મેલબોર્નમાં રમાશે. આ મેચનું પ્રસારણ 2.20 કલાકથી થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતે T20 શ્રેણીમાં ટકી રહેવા માટે કોઈપણ ભોગે મેચ જીતવી પડે છે. કારણકે 3 મેચની સીરિઝમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ ટી20 જીતીને 1-0ની લીડ લઇ ચુકી છે. જો ભારત આવતીકાલની મેચ હારી જશે તો શ્રેણી પણ ગુમાવશે. મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયામાં ફેરફાર થઈ શકે છે.
મેલબોર્નની પીચ સામાન્ય રીતે સ્પિનર્સને મદદ આપતી હોય છે. ઉપરાંત ત્યાંની લાંબી બાઉન્ડ્રીને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનર્સ અને બે ફાસ્ટ બોલર્સ સાથે મેદાનમાં ઉતરી શકે છે. જેમાં કૃણાલ પંડ્યાના સ્થાને વોશિંગ્ટન સુંદર, ખલીલ અહમદના બદલે યુઝવેન્દ્ર ચહલ અને લોકેશ રાહુલના બદલે મનિષ પાંડેનો સમાવેશ કરવામાં આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -