INDvAUS: કોહલી-કૃણાલના શાનદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાએ સીરિઝ કરી 1-1થી સરભર, આ રહ્યાં જીતના હીરો
દિનેશ કાર્તિકઃ ભારતે 108 રન પર ચોથી વિકેટ ગુમાવ્યા બાદ દિનેશ કાર્તિક કેપ્ટન કોહલી સાથે જોડાયો હતો. જો તે પણ ઝડપથી આઉટ થઈ ગયો હોત તો ભારત માટે મેચ જીતવી મુશ્કેલ બની જાત. કાર્તિક 18 બોલમાં 22 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ કોહલીઃ કેપ્ટન વિરાટ કોહલીને રન ચેઝનો બાદશાહ કેમ કહેવામાં આવે તે ફરી એક વખત સાબિત કરી દીધું હતું. એક સમયે ભારતે 108 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી અને અંતિમ ઓવરમાં જીતવા માટેનો રનરેટ પણ 9ની આસપાસ હતો. અહીંયાથી કેપ્ટન કોહલીએ દિનેશ કાર્તિક સાથે મળીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. કેપ્ટન કોહલી 41 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 61 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
શિખર ધવનઃ શિખર ધવને રોહિત શર્મા સાથે મળીને ભારતને આક્રમક શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે માત્ર 5.3 ઓવરમાં જ 67 રન ઝૂડ્યા હતા. તેમાં પણ શિખર ધવન વધારે આક્રમક બેટિંગ કરી હતી. ધવને 22 બોલમાં 41 રન બનાવ્યા હતા. જેમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થતો હતો. પ્રથમ મેચમાં પણ ધવને આક્રમક 74 રન બનાવ્યા હતા. સીરિઝમાં શ્રેષ્ઠ બેટિંગ માટે તેને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો.
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સીરીઝની છેલ્લી T20 મેચ ભારતે 6 વિકેટથી જીતી હતી. ભારતે જીત માટેનો 165 રનનો લક્ષ્યાંક 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. રોહિત શર્મા અને શિખર ધવને ભારતને આક્રમક શરૂઆત અપાવી હતી. ભારતની જીતમાં કેપ્ટન કોહલી સહિત આ ખેલાડી જીતના હીરો રહ્યા હતા.
કુલદીપ યાદવઃ ઓસ્ટ્રેલિયાના ઓપનરોએ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. બંને ઓપનરો સંભાળીને રમતા હતા ત્યારે કુલદીપ યાદવે ભારતને ફિંચના રૂપમાં પ્રથમ સફળતા અપાવી હતી. કુલદીપે 4 ઓવરના સ્પેલમાં માત્ર 18 રન આપી 1 વિકેટ ઝડપી હતી. કુલદીપના ચુસ્ત સ્પેલના કારણે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો પર દબાણ સર્જાયું હતું અને ઝડપી બેટિંગ કરવાના ચક્કરમાં વિકેટો પડી હતી.
કૃણાલ પંડ્યાઃ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે મજબૂત શરૂઆત કરી હતી. 10મી ઓવરમાં કૃણાલ પંડ્યા ત્રાટક્યો અને ઉપરાછાપરી બે બોલમાં બે વિકેટ લઇ ઓસ્ટ્રેલિયાના રન રેટ પર બ્રેક મારી હતી. 4 ઓવરના સ્પેલમાં કૃણાલ પંડ્યાએ શોર્ટ, મેક્સવેલ, ડેરમોટ અને કેરેની વિકેટ ઝડપી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયા તોતિંગ સ્કોર ખડકી શક્યું નહોતું. કૃણાલ પંડ્યાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -