INDvAUS: વન ડેમાં ‘ચેઝ માસ્ટર’ છે વિરાટ કોહલી, જાણો વિગત
કોહલીએ ટાર્ગેટનો પીછો કરતી વખતે 127 વન ડે મેચ રમી છે. જેમાં તે 24 સદી મારી ચુક્યો છે. રનચેઝ કરતી વખતે કોહલીએ ફટકારેલી 21 સદીમાં ભારતને વિજય થયો છે. આ મામલે તેણે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરને પણ પાછળ રાખ્યો છે. સચિન રન ચેઝ કરતી વખતે 242 વન ડેમાં 17 સદી ફટકારી છે. જેમાં 14માં ભારતનો વિજય થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેસ્ટ ઈન્ડિઝના આક્રમક બેટ્સમેન અને ઓપનર ક્રિસ ગેઇલ અને શ્રીલંકાના પૂર્વ ઓપનર તિલકરત્ને દિલશાને રન ચેઝ કરતી વખતે 11-11 સદી ફટકારી છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે મંગળવારે 299 રનના લક્ષ્યાંકને હાંસલ કરતી વખતે શાનદાર સદી ફટકારી હતી અને ભારતીય ટીમે મેચ જીતી સીરિઝ 1-1થી બરાબર કરી હતી. રન ચેઝ કરતી વખતે કોહલીએ 24મી સદી મારી હતી. આ કારણે તેને ચેઝ માસ્ટર કહેવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -