પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ માર્ક્સ હેરિસે 70 રન બનાવ્યા હતા. તે સિવાય ટ્રેવિસ હેડે 58 અને ફિંતે 50 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી ઇશાંત શર્માએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ, ઉમેશ યાદવ અને હનુમા વિહારીએ 2-2 વિકેટ લીધી હતી.
માર્ક્સ હેરિસને હનુમા વિહારીએ 70 રનને સ્કૉરે આઉટ કર્યો હતો. ઇશાન્ત શર્માએ ટીમ ઇન્ડિયાને ચોથી વિકેટ અપાવતા પીટર હેન્ડસ્કૉમ્બને 7 રને આઉટ કર્યો હતો. પર્થના મેદાન પર ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેને ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે ભારતેને બૉલિંગ કરવા આમત્રણ આપ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ભારત એડિલેડ ટેસ્ટમાં મેળવેલી જીત બાદ ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 1-0થી આગળ છે.