ભારત સામે વનડેમાં 1980ના દાયકાનો ડ્રેસ પહેરીને ઉતરશે ઓસ્ટ્રેલિયાની ટીમ, જાણો શું છે કારણ
પીટર સિડલે કહ્યું હતું કે જો તેને મેચ રમવાની તક મળશે તો તે વધારાની અક્સેસરીઝ સાથે ઉતરી શકે છે. તેણે કહ્યું હતું કે હું હેડ બેન્ડ પહેરી શકું છું. હું એડમ ઝમ્પા પાસેથી તેનો એક હેન્ડ બેડ માંગીશ અને ડેનિસ લિલીની સ્ટાઇલમાં મેચમાં ઉતરીશ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયાની ટીમ 1980ના દાયકામાં વન-ડે રમવા દરમિયાન લીલા અને સોનેરી રંગની કિટ પહેરતી હતી. આ પછી તેમની જર્સીમાં ઘણા ફેરફારો આવ્યા છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ તરફથી કરવામાં આવેલ આ રસપ્રદ ફેરફાર છે. કારણ કે આ દ્વારા તે લિજેન્ડરી ક્રિકટર્સને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું છે કે આ મેચમાં ઓસ્ટ્રેલિયા તે કિટ પહેરીને ઉતરશે જે તેણે ભારત સામે 1986ની શ્રેણી દરમિયાન પહેર્યો હતો.
નવી દિલ્હીઃ ભારત વિરૂદ્ધ શનિવારથી શરૂ થઈ રહેલ 3 મેચની વનડે સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ પોતાનો જૂનો ડ્રેસ પહેરીને રમવા ઉતરશે. ક્રિકેટ ડોટ કોમ યૂ અનુસાર, વર્ષ 1986માં એલન બોર્ડરની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમે ભારત વિરૂદ્ધ વનડે સીરીઝમાં જે પ્રકારનો ગ્રીન કલરની કિટ અને ડ્રેસ પહેર્યો હતો, તેમાંથી પ્રેરણ લાઈને હવે ટીમ એ જ રંગનો ડ્રેસ પહેરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -