રોહિતે કહ્યું કે, “ટીમમાં ઘણા સારા વિકલ્પો છે. આપણે યુવા ખેલાડીઓને તક આપવી જોઈએ જેથી તેની રમત વિશે જાણી શકાય. જો કે, મને લાગે છે કે આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં થોડો ફરક હોય છે અને બન્નેમાં અલગ પડકાર હોય છે. ”
રોહિતે શર્માએ કહ્યું, શિવમ દુબે એવો ખિલાડી છે, જેને પહેલીવાર ભારતીય ટીમમાં સામેલ કરાયો છે. તેમણે કહ્યું, દરવાજા બધા માટે ખુલ્લા છે. કોઈ પણ ગમે ત્યારે આવીને રમી શકે છે. તે સિવાય રોહિતે કહ્યું ટીમ મેનેજમેન્ટ વિકેટકપીર બેટ્સમને ઋષભ પંતને પર્યાપ્ત તક આપશે. આ સીરિઝ માટે ભારતીય ટીમમાં રિષભ પંત અને સંજુ સેમસનને પણ સામેલ કરવામાં આવ્યા છે.
26 વર્ષીય ઓલરાઉન્ડર શિવમ દુબે ઇજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની જગ્યાએ પસંદ કરાવામાં આવ્યો છે. ડાબોડી બેટ્સમેન શિવમે વિસ્ફોટક બેટિંગ માટે પણ ઓળખાય છે. તેણે રણજી ટ્રોફીમાં એક ઓવરમાં 5 સિક્સ ફટકારી હતી. શિવમ જે રીતે છગ્ગા ફટકારે છે તેમાં યુવરાજની ઝલક જોવા મળે છે.
શિવમ દુબેને વેસ્ટઇન્ડિઝ એ અને દક્ષિણ આફ્રિકા એ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરવા પર ટીમમાં સ્થાન મળ્યું છે. શિવમે હાલમાંજ વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરતા કર્ણાટક સામે 118 રનની ઇનિંગ રમી હતી. જેમાં 7 ચોગ્ગા અને 10 સિક્સ ફટકાર્યા હતા સાથે ટૂર્નામેન્ટમાં 5 વિકેટ પણ ઝડપી હતી.
શિવમ અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ કેરિયરમાં 16 મેચ રમી ચુક્યો છે અને 1012 રન બનાવી ચુક્યો છે. આ દરમિયાન તેણે 2 સદી અને 7 અડધી સદી નોંધાવી છે. તેની સાથે 40 વિકેટ પણ ઝડપી છે.
શિવમ તે સમયે પ્રથમવાર ચર્ચામા આવ્યો હતો જ્યારે તેણે છેલ્લી સીઝનમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં આરસીબી ફ્રેન્ચાઇઝીએ આ ખેલાડી પર મોટો દાવ રમતા પાંચ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.