નાગપુર: નાગપુરમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ભારતે બાંગ્લાદેશને 30 રને હાર આપી છે. ભારતે 3 મેચની સીરિઝ 2-1થી પોતાના નામે કરી છે. 175 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં બાંગ્લાદેશ 144 રનમાં ઓલઆઉટ થયું હતું. ચહરે શાનદાર પ્રદર્શન કરતા 3.2 ઓવરમાં 7 રન આપી 6 વિકેટ ઝડપી હતી. ચહરે હેટ્રિક લીધી હતી. શિવમ દુબેએ પણ 3 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ તરફથી મોહમ્મદ નઇમે સૌથી વધુ 81 રન બનાવ્યા હતા.


ભારતે ત્રીજી ટી-20માં બાંગ્લાદેશને જીત માટે 175 રનનો પડકાર આપ્યો હતો.  ભારતે 20 ઓવરમાં 5 વિકેટના નુકશાન પર 174 રન બનાવ્યા હતા. ભારત તરફથી શ્રેયસ અય્યરે આક્રમક ઈનિંગ રમતા 33 બોલમાં 3 ફોર 5 સિક્સરની મદદથી 62 રન બનાવ્યા હતા. ત્રીજી વિકેટની 59 રનની ભાગીદારી નોંધાઈ હતી. લોકેશ રાહુલે પણ 52 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી શફિઉલ ઇસ્લામ અને સૌમ્ય સરકારે 2-2 વિકેટ ઝડપી હતી.

રોહિત શર્મા 2 રને આઉટ થયો હતો. શિખર ધવન 19 રને ઇસ્લામનો શિકાર થયો હતો.

બાંગ્લાદેશે ભારત સામેની ત્રીજી T-20માં નાગપુર ખાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની પ્લેઈંગ 11માં કૃણાલ પંડ્યાની જગ્યાએ મનીષ પાંડેને તક આપવામાં આવી હતી.

ભારતીય ટીમ: રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, મનીષ પાંડે,શ્રેયસ ઐયર, ઋષભ પંત, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, દિપક ચહર અને ખલીલ અહેમદ

બાંગ્લાદેશ ટીમ: મહમ્મદુલ્લાહ, મોહમ્મદ નઇમ,સૌમ્ય સરકાર, આફિફ હુસેન, અમીનુલ ઇસ્લામ, લિટન દાસ, મુશફિકર રહીમ, મોહમ્મદ મિથુન, અલ-અમીન હુસેન, મુસ્તફિઝુર રહેમાન અને શફીઉલ ઇસ્લામ