નાગપુરઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ T-20 સીરિઝની નિર્ણાયક મેચ રવિવારે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) સ્ટેડિયમમાં રમાશે. હાલ બંને ટીમ 1-1ની બરોબરી પર છે. રાજકોટમાં રંગ જમાવ્યા પછી ભારત સીરિઝ જીતવા માટે ફેવરિટ છે.



રાજકોટમાં રોહિતે બોલાવેલી રનની રમઝટ નાગપુરમાં ચાલુ રહે તેવી આશા છે. રોહિત શર્માએ વનડેમાં 232, T-20માં 115 અને ટેસ્ટમાં 51 સિક્સ મારી છે. 32 વર્ષીય ઓપનર નાગપુરમાં 2 સિક્સ મારશે તો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 400 સિક્સ મારનાર વર્લ્ડનો ત્રીજો બેટ્સમેન બનશે. અગાઉ પાકિસ્તાનના શાહિદ આફ્રિદી અને વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેઇલે 400 સિક્સનો આંક વટાવ્યો છે. ગેઇલે 534 અને આફ્રિદીએ 476 સિક્સ મારી છે.



ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ક્રુનાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દિપક ચહર, ખલીલ અહેમદ, શિવમ દુબે , શાર્દુલ ઠાકુર.

આણંદમાં હથિયારના ઘા ઝીંકી યુવકની કરાઈ હત્યા, જાણો વિગતે

IND v BAN: ત્રીજી T20માં ટીમ ઈન્ડિયા આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે મેદાનમાં, જાણો કોનું કપાશે પત્તુ

બંગાળમાં દરિયાકાંઠે ટકરાયું વાવાઝોડુ બુલબુલ, આગામી 6-8 કલાક ગંભીર