આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો, જાણો ટીમ ઈન્ડિયામાં શું થઈ શકે છે ફેરફાર
કેપ્ટન મશરફે મુર્તઝાના માર્ગદર્શનમાં રહીમ, શાકિબ, અને મહમદુલ્લાહ ટીમને મજબૂતી આપે છે. ટીમ પાસે મુસ્તફિઝુર રહેમાન અને રુબેલ હુસેન જેવા ઝડપી બોલર છે જ્યારે મુર્તઝા અને શાકિબ જેવા અનુભવી બોલર છે જે ભારતને મિડલ ઓવરોમાં રન બનાવવામાં મુશ્કેલી સર્જી શકે છે. બાંગ્લાદેશે ગુરુવારે અબુધાબીમાં અફઘાનિસ્તાન સામે મેચ રમી હતી અને હવે તેના બીજા જ દિવસે ભારત સામે દુબઈમાં મેચ રમવા ઊતરવાનું છે જે તેના માટે આસાન નહીં રહે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા હંમેશાં રોમાંચક રહ્યા છે જ્યારે મેલબર્નમાં 2015 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલ બાદ બાંગ્લાદેશ વિરૂદ્ધ સંઘર્ષ વધી ગયો છે. બાંગ્લાદેશની ટીમ છેલ્લા કેટલાંક સમયથી વન-ડે ફોર્મેટમાં ઘણી મજબૂત બની છે અને 2012માં એશિયા કપની ફાઈનલમાં પણ પહોંચી હતી.
મનીષ પાંડેને મિડલ ઓર્ડરમાં ઉપયોગી સાબિત થઈ શકે તેમ હોવાથી તેને તક મળે તેવી શક્યતા જોવા મળી રહી છે જ્યારે અંબાતી રાયડુ અને દિનેશ કાર્તિકને પણ જાળવી રખાય તેવી શક્યતા છે. ધોની હોંગકોંગ સામે ખાતું ખોલાવી શક્યો નહોતો જ્યારે પાકિસ્તાન સામે બેટિંગમાં ઊતરવાનો વારો આવ્યો નહોતો. જેના કારણે રોહિત શર્મા આજે ધોનીને ઉપરી ક્રમે મોકલે છે કે નહીં તે મહત્વપૂર્ણ રહેશે.
અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર પણ ઈજાને કારણે બહાર થઈ ગયા છે. આ ત્રણેયના સ્થાને બીસીસીઆઈએ રવીન્દ્ર જાડેજા, સિદ્ધાર્થ કૌલને સામેલ કર્યાં છે અને હાર્દિકના વિકલ્પ તરીકે દીપક ચાહરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે, દીપક ચાહરનું અંતિમ ઈલેવનમાં સ્થાન મળવું મુશ્કેલ છે.
પાકિસ્તાનને કારમો પરાજય આપ્યા બાદ ભારતીય ટીમ આજે સુપર ફોરમાં પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામેટ ટકરાશે. ભારત માટે સૌથી મોટી ચિંતા ટીમનું કોમ્બિનેશન રહેશે કારણ કે, હાર્દિક પંડ્યા પીઠની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે જ્યારે હોંગકોંગ અને પાકિસ્તાન સામે સતત બે દિવસ મેચ રમ્યા બાદ ભુવનેશ્વરને આરામ અપાય તેવી પણ શક્યતા લાગી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -